લગ્નના ૨૦ દિવસ પછી અમદાવાદની લૂટેરી દૂલ્હન ૫ લાખ રૂપિયા અને ૫૦ તોલા ચાંદીના ઘરેણા લઈ ફરાર
બાડમેર, રાજસ્થાનના બાડમેર જિલ્લામાં લૂટેરી દુલ્હન અને તેમના દલાલોએ પોતાની જાળ બિસાવી રાખી છે. બાડમેર જિલ્લામાં ફરી એકવાર લુટેરી દૂલ્હને પોતાની ગેંગના સભ્યોની સાથે મળીને એક પરિવારને નિશાન બનાવ્યો છે.
ગુજરાતની લૂટેરી દૂલ્હન ૨૦ દિવસો સુધી પોતાના પતિ સાથે રહીને લાખોના ઘરેણાં અને સોના ચાંદીના આભૂષણો લઇને ફરાર થઇ ગઈ છે. ફરાર થયેલી દૂલ્હન પહેલાથી પરિણીત છે અને તેને એક પુત્રી છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરુ કરી છે. જાેકે હજુ સુધી લૂટેરી દૂલ્હન અને દલાલોની કોઇ સાબિતી હાથ લાગી નથી.
પોલીસના મતે ભીમડા નિવાસી મેહારામ જાટના ગત વર્ષે ૨૪ નવેમ્બરે અમદાવાદ નિવાસી મમતા સાથે લગ્ન થયા હતા. બાડમેર જિલ્લાના કોસરિયા નિવાસી જાેગારામે લગ્ન કરાવવા માટે મેહારામ પાસે ૩ લાખ રૂપિયા લીધા હતા. લગ્નના ૨૦ દિવસ પછી મેહારામ મજૂરી માટે ગયો હતો. જાેકે જ્યારે પાછો ફર્યો તો તેની પત્ની મમતા ઘરે ન હતી.
તેણે મમતાને વાત કરી તો તેણે કહ્યું કે મારા લગ્ન તો પહેલાથી જ થઇ ગયેલા છે અને મારે એક બાળકી પણ છે. આ સાંભળી મેહારામના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આ પછી પીડિત મેહારામે પોલીસ અધિક્ષક સામે જઇને પોતાની આપવીતી સંભળાવી હતી.
પોલીસ અધિક્ષકે ત્વરિત કાર્યવાહી કરતા પોલીસને કેસ નોંધવાનો નિર્દેશ કર્યો હતો. મેહારામે દૂલ્હન મમતા, દલાલ જાેગારામ અને અમદાવાદ નિવાસી અન્ય ૨ લોકો સામે કેસ નોંધાવ્યો છે.
પીડિત મેહારામને મતે લૂટેરી દૂલ્હન ૫ લાખ રૂપિયા, ૫૦ તોલા ચાંદીના ઘરેણા અને ૨ તોલા સોનાની ઘરેણા લઇને ફરાર થઇ ગઈ છે. દલાલ જાેગારામે નકલી દસ્તાવેજ તૈયાર કરીને ધોખાઘડીથી લગ્ન કરાવ્યા છે. પોલીસે કેસની તપાસ કરી રહી છે.બાડમેરમાં આ પહેલા પણ લૂટેરી દૂલ્હનના ઘણા કેસ સામે આવી ચૂક્યા છે. રાજસ્થાનના બાડમેર જિલ્લામાં લૂટેરી દુલ્હન અને તેમના દલાલોએ પોતાની જાળ બિસાવી રાખી છે.HS