લગ્નના ૬ મહિના બાદ જ શાહિર શેખે ગુડ ન્યૂઝ આપ્યા
કોરોના ચાલી રહ્યો હોવાથી કપલે કોર્ટ મેરેજ કર્યા હતા, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી
મુંબઈ: છેલ્લા થોડા મહિનાઓમાં ઘણાં સેલિબ્રિટી કપલ્સે પેરેન્ટ્સ બનીને ગુડ ન્યૂઝ સંભળાવ્યા છે. ત્યારે હવે વધુ એક ટીવી કપલ પેરેન્ટ્સ બનવા જઈ રહ્યું છે. એક્ટર શાહિર શેખ અને એકતા કપૂરના ફિલ્મ ડિવિઝનની હેડ રૂચિકા કપૂર પહેલીવાર પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છે. રૂચિકા કપૂર પ્રેગ્નેન્ટ છે ત્યારે જીવનમાં શરૂ થનારા આ નવા તબક્કા માટે કપલ ઉત્સાહિત હશે તેમાં કોઈ બેમત નથી. કપલ સાથે નજીકથી જાેડાયેલા એક સૂત્રએ જણાવ્યું, શાહિરને મીડિયાની વચ્ચે ઓછું રહેવું પસંદ છે અને તે પોતાની અંગત લાઈફને અંગત રાખવા માટે જાણીતો છે.
હાલ દેશ કોરોના મહામારીના મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે શાહિર આ ગુડ ન્યૂઝ અંગે મૌન સેવીને બેઠો છે. રૂચિકાનું પ્રથમ ટ્રાઈમેસ્ટર ચાલી રહ્યું છે. તેઓ પોતાના જીવનમાં આવનારા નવા તબક્કા માટે ઉત્સુક છે. જણાવી દઈએ કે, શાહિર શેખ અને રૂચિકા કપૂરે ગત વર્ષે નવેમ્બર મહિનામાં લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા તેઓ દોઢ વર્ષ સુધી રિલેશનશીપમાં રહ્યા હતા. આશરે ત્રણ વર્ષ પહેલા ફિલ્મ ‘જજમેન્ટલ હૈ ક્યા’ના મેકિંગ વખતે કોમન ફ્રેન્ડ્સ દ્વારા શાહિર અને રૂચિકાની મુલાકાત થઈ હતી.
બંનેને એકબીજાની કંપની ગમવા લાગી અને તેમની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. લગ્ન બાદ શાહિરે કહ્યું હતું, જ્યારે લાગણીઓની વાત આવે ત્યારે રૂચિકા પ્રામણિક છે. અમારી રિલેશનશીપની સૌથી સુંદર બાબત એ છે કે અમે પહેલા મિત્રો છીએ. એક્ટર હોવાના નાતે મારે હંમેશા કેમેરા સામે દેખાડો કરવાનો હોય છે પરંતુ હું ખુશ છું કે મને એવી પાર્ટનર મળી છે
જેની સાથે હું જેવો છું તેવો રહી શકું છું. મે હંમેશા કહ્યું છે કે મને ભટકવું ગમે છે અને છેવટે મને મારા માટે યોગ્ય સાથી મળી ગઈ છે. હું મારા ક્યારેય ના પૂરા થનારા પ્રવાસને તેની સાથે માણવા માટે ઉત્સુક છું. વર્કફ્રંટની વાત કરીએ તો શાહિર શેખ ટૂંક સમયમાં જ સીરિયલ કુછ રંગ પ્યાર કે એસે ભીની ત્રીજી સીઝનમાં જાેવા મળશે.