લગ્નના ૯ વર્ષ બાદ આમિર, સંજીદા શેખના છૂટાછેડા
મુંબઇ, પોપ્યુલર ટીવી એક્ટર આમિર અલી અને એક્ટ્રેસ સંજીદા શેખના ડિવોર્સ થઈ ગયા છે. છેલ્લા ખાસ્સા સમયથી ચર્ચા હતી કે બંનેના સંબંધોમાં તિરાડ પડી છે અને તેઓ અલગ-અલગ રહે છે. જાેકે, આમિર કે સંજીદા બંનેએ ક્યારેય આ મુદ્દે પ્રતિક્રિયા આપવાનું પસંદ ના કર્યું.
હવે અહેવાલ આવ્યા છે કે તેમના ડિવોર્સ થઈ ગયા છે. જાેકે, તેમણે હજી સત્તાવાર જાહેરાત કરી નથી. મીડિયા રિપોર્ટ પ્રમાણે, કપલ સાથે જાેડાયેલા સૂત્રોએ કહ્યું, “આશરે નવ મહિના પહેલા તેમના ડિવોર્સ મંજૂર થયા હતા. તેઓ હવે પોતપોતાના જીવનમાં આગળ વધી ગયા છે. આમિર અને સંજીદા બંનેને અંગત જીવન વિશે વધારે વાત કરવાનું પસંદ નથી અને એટલે જ તેઓ પોતાના ડિવોર્સ અંગે ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપવાનું નથી ઈચ્છતા.
સંજીદા અને આમિરની અઢી વર્ષની દીકરી છે અને તેનું નામ આર્યા અલી છે. મીડિયા રિપોર્ટમાં ઉલ્લેખ છે કે, આર્યાની કસ્ટડી તેની મમ્મી સંજીદાને સોંપવામાં આવી છે. હાલ સંજીદા પોતાના માતાપિતાના ઘરે રહે છે. મીડિયા રિપોર્ટ મુજબ, આ વિષય પર વાત કરવા માટે આમિર અને સંજીદાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે ‘નો કોમેન્ટ્સ’વાળું જ વલણ દાખવ્યું. સંજીદાએ ટૂંકો જવાબ આપતાં એમ કહ્યું કે, ‘હું મારી દીકરીને ગર્વ થાય તેવું કામ કરીશ’.
તો બીજી તરફ આમિરે માત્ર એટલું જ કહ્યું કે, ‘સંજીદાને તમામ ખુશીઓ મળે. ઉલ્લેખનીય છે કે, એકબીજાના ખાસ્સા વર્ષ ડેટ કર્યા બાદ આમિર અને સંજીદાએ ૨૦૧૨માં લગ્ન કર્યા હતા. જાેકે, આમિર અને સંજીદાના લગ્ન જીવનમાં તિરાડ પડી હોવાની ચર્ચા ૨૦૨૦થી જ શરૂ થઈ હતી.
મીડિયામાં ચર્ચા હતી કે, તેઓ અલગ-અલગ રહેવા લાગ્યા છે. આમિર-સંજીદાના લગ્નજીવનમાં ભંગાણની અટકળો સાથે જ તેમની ચાર મહિનાની દીકરી હોવાની વાત પણ સામે આવી હતી. તેમની દીકરીનો જન્મ સરોગસી દ્વારા થયો છે. જાેકે, આમિર અને સંજીદાએ તેમના અલગ થવાના મુદ્દે આજ સુધી કોઈ નિવેદન આપ્યું નથી.SSS