લગ્નની સિઝન માટે ટાઈટને ‘બંધન’ની આધુનિક વોચ રેન્જ લોન્ચ કરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/04/02_-Titan-Bandhan-watch-1024x683.jpg)
એકતા અને પ્રેમનું પ્રતીક. બંધનથી જોડાયેલું લગ્નની આ સિઝનમાં પ્રસ્તુત છે – બંધનની આધુનિક રેન્જ, જે દંપતિઓ માટે સમકાલીન પેર વોચનું સિલેક્શ છે. ટાઇટન બંધન સમગ્ર દેશમાં દંપતિઓ માટે વિશેષ પ્રસંગની ઉજવણીઓ કરવા માટે દંપતિની વોચની વિશિષ્ટ રેન્જ ઓફર કરે છે.
ચાલુ વર્ષે ટાઇટને પાતળી ડિઝાઇન સાથે દંપતિના વોચનુનં સુંદર કલેક્શન પ્રસ્તુત કર્યું છે, જે આજના ફેશનપ્રેમી યુવાનોની પસંદગીને અનુરૂપ છે.
આધુનિક બંધન વોચની સુંદર ડિઝાઇન લેટેસ્ટ ટ્રેન્ડ સાથે બદલાય છે. સુવિધા અને સ્ટાલ માટે બનેલા આ વિશિષ્ટ કલેક્શનમાં કપલની અદ્યતન વોચ સામેલ છે, જે મિનરલ ગ્લાસમાંથી બનેલ મોટું કેમ્બેરેડ ડાયલ ધરાવે છે. કલેક્શન વિવિધ કવલર ધરાવે છે અને દરેક વોચ વિવિધ મટિરિયલમાંથી બનેલી છે.
આ તમામ વોચ મેશ સ્ટ્રેપ, મેટલ સ્ટ્રેપ અને ઓરિજિનલ લેધર સ્ટ્રેપના વિકલ્પોમાં ઉપલબ્ધ છે. કેટલીક વોચ સિલ્વર, રોઝ ગોલ્ડ અને કેટલાંક હાઇબ્રિડ કોમ્બિનેશન સાથે કાર્નેશન ગોલ્ડના શેડમાં સુંદર મેટલિક પેલેટમાં સુંદર ડિઝાઇન ધરાવે છે.
તેમાંથી એક મેશ સ્ટ્રેપ વોચ કાર્નેશન ગોલ્ડ લૂકમાં છે અને ફેશનબેલ કલર પેલેટ સાથે લગ્નની વોચના ગોલ્ડ લૂક સાથે કોમ્બિનેશનમાં છે. બંધનની દરેક જોડી વિશિષ્ટ ટેક્સચર ધરાવે છે, જે વિશિષ્ટ છતાં સુંદર લૂક ધરાવે છે.
આ કલેક્શન લગ્નની સિઝન માટે ભેટના આદર્શ વિકલ્પો આપે છે. બંધન કલેક્શન સમગ્ર ભારતમાં વર્લ્ડ ઓફ ટાઇટન સ્ટોર્સ, હેલિઓસ, તમામ મુખ્ય ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ અને અધિકૃત ડિલર્સ પાસે ઉપલબ્ધ છે તથા કિંમતની રેન્જ રૂ. 8,495/-થી રૂ. 19,390/-ની અંદર છે. તમે આ કલેક્શનમાંથી ઓનલાઇન ખરીદી www.titan.co.in પર પણ કરી શકો છો.