Western Times News

Gujarati News

લગ્નને મહિનો પુરા થતા સનાના પતિએ આઈફોન ગિફ્ટ આપ્યો

મુંબઈ: ૨૦મી નવેમ્બરે સુરતના મૌલવી મુફ્તી અનસ સાથે પરણનારી સના ખાન સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ રહે છે. કપલે હાલમાં ફર્સ્‌ટ મંથ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. આ દિવસે સનાને પતિ તરફથી સ્પેશિયલ ગિફ્ટ પણ મળી હતી. સના ખાને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પતિ અનસ તરફથી મળેલી ગિફ્ટનો વીડિયો શેર કર્યો હતો. સનાને તેના પતિએ આઈફોન ગિફ્ટમાં આપ્યો છે. જેની ઝલક દેખાડતાં તેણે પતિ માટે સ્પેશિયલ મેસેજ પણ લખ્યો હતો. તેણે લખ્યું હતું કે, આભાર અનસ સૈયદ. સાથે છીએ તેનો એક મહિનો.

મારી તારા માટેની ગિફ્ટ ત્યાં છે ઓકે. સનાએ એક દિવસ પહેલા તેના લગ્નનો અનસીન વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં તે પોતાના મેરેજ સર્ટિફિકેટમાં સહી કરતી જાેવા મળી રહી હતી. વીડિયોની સાથે તેણે લખ્યું હતું કે, ગયા મહિને આ દિવસે મેં કબૂલ હૈ કહ્યું હતું. આજે એક મહિનો થઈ ગયો છે. બસ આ રીતે હસતા-હસતા આખું જીવન નીકળી જાય.

એકવાર મેં મારા જીવનનો શ્રેષ્ઠ ર્નિણય લીધો. મારા સાસુમાએ મારા માટે આ દુપટ્ટો બનાવ્યો છે. થોડા દિવસો પહેલા, સનાએ તેના લગ્ન અને પતિ અનસ વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, ‘અનસ સાથે લગ્ન કરવાનો ર્નિણય રાતોરાત નહોતો લીધો. તેના જેવા પુરુષને મારા જીવનમાં પામવા માટે મેં વર્ષો સુધી પ્રાર્થના કરી છે. મને અનસની સૌથી વધુ ગમતી બાબત એ છે કે તે ભલો વ્યક્તિ છે અને વિનમ્ર છે. તે કોઈના વિશે ધારણાઓ નથી બાંધતો. અનસે મને કહ્યું હતું કે,

‘કોઈ વસ્તુ ગટરમાં પડી ગઈ છે અને તેના પર ૧૦ ડોલ પાણી નાખશો તો પણ તે સાફ નહીં થાય. પરંતુ તમે તેને ગટરમાંથી બહાર કાઢીને તેના પર એક ગ્લાસ પાણી રેડશો તો પણ સાફ થઈ જશે. તેણે કહેલી આ વાતની મારા મન પર ઊંડી અસર પડી છે. આ સિવાય અનસે પણ ઈન્ટરવ્યૂમાં પત્ની સના વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, મેં અલ્લાહ પાસે સના સાથે પરણવાની દુઆ માગી હતી અને તેમણે મારી અરજ સાંભળી છે.

મને નથી લાગતું કે મેં કોઈ બીજા સાથે લગ્ન કર્યા હોત તો આટલો ખુશ હોત. સના મિલનસાર, માફ કરવાની ભાવના રાખતી અને ચોખ્ખા મનની છે. હું હંમેશાથી એવી યુવતી ઈચ્છતો હતો જે મને પૂરો કરે અને મારી પૂરક હોય. હજી લોકો મને પૂછે કે મેં એક એક્ટ્રેસ સાથે લગ્ન કેમ કર્યા પરંતુ આ તેમની નાની વિચારધારા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.