લગ્નને લગ્નને કુવારા ભરૂચના યુવક સામે પોલીસ ફરિયાદ
જીવનસાથી એપ પરથી યુવતી સાથે લગ્ન કર્યા બાદ વધુ એક યુવતી સાથે લગ્ન કરતા મામલો મહિલા પોલીસ મથકે.
યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવી સંતાન પ્રાપ્તિ કરી યુવતીઓને રઝળતી મૂકતો હોવાનો ફરિયાદમાં પત્નીના આક્ષેપ.
ભરૂચની યુવતીને પ્રેમ જાળમાં ફસાવી ચોથી યુવતીને પ્રેમ જાળમાં ફસાવી ત્રીજા નંબરની પત્નીને રઝળતી મુકતા મામલો મહિલા પોલીસ મથકે.
સુરત,નવસારી અને ભરૂચની યુવતીઓ સાથે લગ્ન કરી સંતાન પ્રાપ્તિ કરી અન્ય યુવતીને પ્રેમ જાળમાં ફસાવતો હોવાનો આક્ષેપ.
(વિરલ રાણા) ભરૂચ,ભરૂચના મહિલા પોલીસ મથકમાં એક ફરિયાદ પીડીતાએ નોંધાવી છે.ફરિયાદીએ ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે પતિએ સુરત,નવસારી બે યુવતીઓ સાથે લગ્ન કર્યા બાદ સંતાન પ્રાપ્તિ કર્યા પછી મને પણ જીવનસાથી એપ ઉપર પ્રેમ જાળમાં ફસાવી હતી અને મારી સાથે પણ દગો કરી અન્ય યુવતી સાથે નીકાહ કરી લીધા હોવાના આક્ષેપ સાથે લંપટ પતિ અને પ્રેમિકા સામે ગુનો દાખલ કર્યો છે.
કહેવાય છે ને કે કેટલાક પુરુષને પોતાના રૂપનો ઘમંડ હોય છે.પરંતુ યુવતીઓને પણ જ્યાં સુધી ઠોકર ન વાગે ત્યાં સુધી તેઓ ને પણ સમજણ નથી આવતી.ત્યારે આવી જ એક ઘટના ભરૂચ માંથી સામે આવી છે.સુરતની શબનમ નામની યુવતી સાથે સૌપ્રથમ લગ્ન કરી તેણીએ એક દીકરીને જન્મ આપ્યો હતો અને ત્યાર બાદ તેણીને ઈરફાન શેખે છોડી બીજી કુંવારી નવસારીની નાઝ નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા અને આ યુવતીને પણ સંતાનમાં દીકરો થયો હતો.
જે બાદ આરોપી ઈરફાન મુખત્યાર શેખે આ યુવતીને પણ રઝળતી મૂકી હતી અને ત્રીજા લગ્ન ઈરફાન શેખે જીવનસાથી એપ ઉપરથી યાસ્મીન નામની યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હતી અને યાસ્મીન સાથે લગ્ન કર્યા હતા.જેઓ તેઓ ભરૂચ શહેરમાં આવેલા મકાન નંબર ૫૧,ન્યુ આનંદ નગર સોસાયટી ભરૂચમાં બંનેને લગ્ન બાદ તેઓને એક સંતાન પ્રાપ્તિ પણ થઈ હતી.જે હાલ ૩ માસનું છે.
ત્યાર બાદ ઈરફાન શેખને ભરૂચની બાયપાસ ચોકડી નજીકની સાદીયાબાનું નામની કુંવારી યુવતી સાથે પ્રેમ સંબંધ થતાં તેઓ એક મહિના પહેલા ઘર છોડીને ભાગી ગયા હતા અને મામલો પોલીસ મથકે પહોંચતા ઈરફાને માફી માંગી વાતને રફેદફે કરી હતી.વાત અહીં નહીં અટકતા તેણીએ ઈરફાન શેખે ચોથી યુવતી સાદીયાબાનુ સાથે નીકાહ કરી લીધા હોવાની જાણ ત્રીજા નંબરની પત્ની યાસ્મીનને થતા તેણીએ તાત્કાલિક નજીકના મહિલા પોલીસ મથકે દોડી ગઈ હતી.
ફરિયાદી યાસ્મીનએ પોતાના પતિ ઈરફાન શેખ અને ચોથા નંબરની પ્રેમિકા કે જેણે નીકાહ કરી લીધા હોય તેવા આક્ષેપ સાથે સાદીયાબાનું આદમ શાબુ નામની કુવારી યુવતી સામે ઘરેલુ હિંસા તેમજ દહેજ ધારા સહિત વિવિધ આઈપીસીની કલમ મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી બંનેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
પીડીતાએ પતિ સામે દહેજ ધારા,તેના દાગીના અને અન્ય સામગ્રીઓ વેચી હોવાના આક્ષેપ કર્યા.
પ્રેમ આંધળો હોય છે પરંતુ આંધળા પ્રેમની આંખો ઠોકર વાગ્યા બાદ જ ખુલે છે.ઈરફાન શેખે સુરત અને નવસારીની બે યુવતીઓને દગો કરીને ત્રીજી કુંવારી યુવતીને જીવનસાથી એપ ઉપરથી પ્રેમજાળમાં ફસાવી લગ્ન કર્યા હતા.પરંતુ ત્રીજા નંબરની પત્ની સાથે પણ ઈરફાનએ દગો કર્યો અને ચોથા નંબરની કુવારી યુવતી સાથે પ્રેમમાં પડ્યો અને નીકાહ પણ કરી લીધા હોવાનું સામે આવતા ત્રીજા નંબરની પત્નીની આંખો ખુલી ગઈ અને તાબડતોબ પતિની વિરુદ્ધ ફરિયાદ કરવા મહિલા પોલીસ મથકે પહોંચી ગઈ હતી.
એપ ઉપરથી જો યુવક કે યુવતી શોધતા હોય તો ચેતજો?
પ્રેમિકાએ પણ પ્રેમીની પત્નીને ધમકી આપી હોવા આક્ષેપ.
પ્રેમિકાએ પ્રેમીની પત્નીને પ્રેમીને છૂટાછેડા આપી દેવા માટે ધમકી આપી હોવાના ફરિયાદમાં આક્ષેપ કરાયા છે.જેના પગલે પ્રેમિકા સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.ત્યારે ત્રણ ત્રણ યુવતીઓની જિંદગી બરબાદ કરનાર ઈરફાન શેખ ચોથા નંબરની યુવતીને વફાદાર રહેશે ખરો? તેવા સવાલો ઉભા થયા છે.