લગ્નનો ખર્ચ ચુકવવા નીકળેલા વૃધ્ધની જ્યુપીટરનું લોક તોડી ૧.૩૬ લાખની ચોરી
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: દિકરાના લગ્ન બાદ તમામ લોકોને રૂપિયા ચુકવવા નીકળેલા પિતાએ સોસાયટીમાં એક્ટીવા મુકી થોડી જ વારમાં પરત ફર્યા ત્યાં સુધીમાં તસ્કરો ડેકીના તાળા તોડીને રૂ.૧ લાખ ૩૬ હજાર ચોરી જવાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે.
મયુરભાઈ ખમાર (પ૩) કાંકરીયા રોડ, વિજય સોસાયટીમાં રહે. કાલુપુર રેલ્વે સ્ટેશને માલ સામાનની હેરફેર કરવાનું કામ કરતા મયુરભાઈના પુત્ર હર્ષના લગ્ન થોડા દિવસ અગાઉ થયા હતા. લગ્નમાં થયેલો ખર્ચ ચુકવવા મયુરભાઈ રૂ.૧.૩૬ લાખની રોકડ લઈને કાલુપુર રેલ્વે સ્ટેશન ત્યાંથી સારંગપુર વગેરે સ્થળે જઈને બપોરના સમયે ઘરે પરત ફર્યા હતા.
જ્યાં પા‹કગમાં પોતાનું જ્યુપીટર સ્કુટર મુકી ઘરે જઈ ગણતરીની મીનિટોમાં જ પરત ફરતા તેમની એક્ટીવા નજીક લોકોની ભીડ જાઈ ચોંક્યા હતા. બાદમાં તપાસ કરતાં અજાણ્યા શખ્સો તેમની જ્યુપીટરની ડેકીનું લોક તોડી રૂ.૧.૩૬ લાખ ચોરી જવાની જાણ થતાં તેમણે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરીયાદ નોંધાવી છે.