Western Times News

Gujarati News

લગ્નમાં આવેલી સગીરા સાથે કૌટુંબિક કાકાએ કર્યું ગંદુ કામ

Files Photo

સુરત, મધ્ય પ્રદેશથી પરિવાર સાથે ૧૬ વર્ષની સગીરા સુરતના ઉધનામાં લગ્ન પ્રસંગમાં આવી હતી. આ સગીરા પર તેના જ કૌટુંબિક કાકાએ નજર બગાડી હતી. કૌટુંબિક કાકાએ સગીરાને બેડ પર પછાડી હતી અને તેની સાથે ન કરવાની ગંદી હરકતો કરી હતી. એ પછી કૌટુંબિક કાકાએ સગીરાને આ વાત કોઈને પણ ન કહેવા અને જાનથી મારી નાખી ધમકી આપી હતી.

આ ઘટના બાદ ગભરાયેલી સગીરા ગુમસુમ રહેવા લાગી હતી. જેથી પરિવારે સગીરાની અઠવાડિયા બાદ પૂછપરછ કરતા તેણે પોતાની સાથે વીતેલી ઘટના જણાવી હતી. જે બાદ સગીરાના પિતાએ ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધીને મુંબઈના ઉલ્લાસનગરમાં રહેતા પરિણિત કૌટુંબિક કાકાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ, મધ્ય પ્રદેશના ભોપાલમાં રહેતો યુવક ગઈ ૨૫ મેના રોજ પોતાની પત્ની અને બે પુત્રી સાથે સુરતના ઉધનામાં આવેલા હરીનગર ખાતે કાકાની પુત્રનીના લગ્નમાં હાજરી આપવા માટે આવ્યો હતો. આ લગ્ન પ્રસંગમાં મુંબઈના ઉલ્લાસનગરમાં રહેતો તેમનો કાકાનો દીકરો ગૌતમ પણ આવ્યો હતો.

આ દરમિયાન રાત્રે સાડા આઠ વાગ્યાના સુમારે ૧૬ વર્ષની સગીરા ગભરાયેલી નજરે પડતા તેની પૂછપરછ કરવામાં આવી હતી, પણ તેણે કોઈ વાત કહી નહોતી.સગીરા ગુમસુમ રહેતી અને ગભરાયેલી રહેતા પરિવારે અઠવાડિયા બાદ ફરી તેની પૂછપરછ કરી હતી. બીજી જૂને સગીરાએ પોતાના પરિવારને જણાવ્યું કે, ગઈ ૨૬ મેની રાત્રે તે લગ્ન પ્રસંગ દરમિયાન ચોથા માળે અન્ય છોકરીઓ સાથે વોશરૂમમાં ગઈ હતી.

અન્ય છોકરીઓ નીચે આવી ગઈ હતી અને તે એકલી હતી. જ્યારે તે વોશરુમમાંથી નીકળી ત્યારે તેના કૌટુંબિક કાકા ગૌતમે તેને પકડી લીધી હતી. ગૌતમે તેને બેડ પર પછાડી હતી અને બંને હાથ પાછળ વાળી દીધા હતા. ગૌતમે સગીરાને કિસ કર્યા બાદ તેના કપડા કાઢી છાતી અને ગુપ્તાંગના ભાગે અડપલાં કર્યા હતા. એટલે તેણે બૂમાબૂમ કરતા ગૌતમે તેને ધમકી આપી કે, તુ આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ.

એ સમયે સગીરા તેને ધક્કો મારીને ત્યાંથી ભાગી ગઈ હતી. આ ઘટના બાદ તે ગભરાઈ ગઈ હોવાથી કોઈને વાતની જાણ કરી નહોતી. સગીરાની આ વાત સાંભળીને તેના પિતાએ ગૌતમ વિરુદ્ધ ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે આરોપી કૌટુંબિક કાકાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.SS1KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.