લગ્નમાં જમવાનું વધ્યું તો ગરીબ લોકોને ખવડાવા માટે લગ્ન છોડી અડધી રાતે પહોંચી ગઈ
કોલકતા, હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. ભારતમાં વેડીંગ દરમિયાન લોકો પોતાની લિમિટ્સથી વધારે ખર્ચ કરતા હોય છે. ખાવા પીવાથી લઈને સંબંધોમાં ગિફ્ટ અને તામઝામમાં મોટા ભાગના રૂપિયા ખર્ચાઈ જતાં હોય છે. સોસાયટીમાં પોતાની શાન બનાવી રાખવા માટે આ ખર્ચાઓ કરવામાં આવતા હોય છે. આ દરમિયાન ખૂબ પાણીની જેમ પૈસા વેડફવામાં આવતા હોય છે. આમ જાેવા જઈએ તો, મોટા ભાગના લગ્નોમાં ખાવાનો બગાડ થતો હોય છે. આ બરબાદીને રોકવા માટે અમુક તસ્વીરો વાયરલ થઈ રહી છે. જે લોકોનું દિલ જીતી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જાેઈએ તો, વાયરસ તસ્વીર કલકત્તાના રાનાઘાટ સ્ટેશનની છે. તસ્વીરમાં એક મહિલા સજી ધજીને સ્ટેશન પર બેઠેલી જાેવા મળે છે. તેને હેવી સાડી અને હેવી જ્વેલરી પહેરેલી છે. મહિલાની આજૂબાજૂ ભાત, દાળ, શાકથી ભરેલા વાસણ છે.
અડધી રાતે મહિલા સ્ટેશન પર ભૂખ્યા લોકોને ખાવાનું ખવડાવી રહી છે. જાણવા મળ્યું કે, મહિલાના ભાઈ લગ્ન હતા. લગ્નમાં આવેલા મહેમાનો જતા રહ્યા બાદ પણ કેટલુંય જમવાનું વધ્યું હતું. મહિલા ખાવાનો આટલો બગાડ જાેઈ શકી નહીં. તેથી તેણે આ ખાવાનું ફેંકી દેવા કરતા ગરીબોને ખવડાવાનું વિચારી રેલ્વે સ્ટેશન પર આવી ગઈ.
આ ક્ષણને કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આની તસ્વીર વેડીંગ ફોટોગ્રાફર નીલાંજલ મંડલે શેર કરી હતી. મહિલાનું નામ પાપિયા કર બતાવાય છે. આ મહિલા રાતના એક વાગ્યે રાનાઘાટ સ્ટેશન પર ખાવાનું વહેંચવા માટે આવી હતી. મહિલાના ભાઈનું રિસેપ્શન હતું, જેમાં વધેલુ ખાવાનું ફેંકી દેવા કરતા લોકોને વહેંચવાનું તેમને વધારે યોગ્ય લાગ્યું. મહિલાએ જ્યારે ખાવાનું વધેલું જાેયું તો તેને લાગ્યું કે, કેટરીંગવાળા તેને ફેંકી દેશે. તેથી તેણે લોકોને ખવડાવી દેવાનું વધારે યોગ્ય લાગ્યું હતું.HS