Western Times News

Gujarati News

લગ્નમાં પૂર્વ પ્રેમીઓનું મોં જોવા નથી માગતી કેટરિના

મુંબઈ, વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્નની ચર્ચાઓ લગભગ છેલ્લા એક મહિનાથી ચાલી રહી છે. કપલના વેડિંગ વેન્યૂથી માંડીને મહેમાનોની યાદી અને લગ્નની તૈયારીઓ અંગેના વિવિધ અહેવાલો મીડિયામાં વહેતા થયા છે. રાજસ્થાનના રણથંભોરમાં કેટરિના અને વિકીના લગ્ન પ્રંસગો ૭-૯ ડિસેમ્બર સુધી ચાલશે.

૯ ડિસેમ્બરે સાંજે કપલ હિંદુ વિધિથી લગ્ન કરશે તેમ માનવામાં આવી રહ્યું છે. આલિયા ભટ્ટ કરણ જાેહર, કોરિયગ્રાફર બોસ્કો, ડાયરેક્ટર કબીર ખાન, આનંદ તિવારી વગેરે જેવા સેલિબ્રિટીઝ વિકી-કેટરિનાના લગ્નમાં હાજર રહેશે.

ત્યારે હાલમાં જ અહેવાલ આવ્યા હતા કે સલમાન ખાન સહિત તેના પરિવારના એકપણ સભ્યને આ લગ્નમાં આમંત્રણ અપાયું નથી. હવે તાજા રિપોર્ટ્‌સનું માનીએ તો, કેટરિના કૈફે એક્સ-બોયફ્રેન્ડ રણબીર કપૂરને પણ લગ્નમાં બોલાવ્યો નથી.

કેટરિના કૈફ અને રણબીર કપૂરે બ્રેકઅપ બાદ ફિલ્મ ‘જગ્ગા જાસૂસ’માં સાથે કામ કર્યું હતું. એટલું જ નહીં ફિલ્મના પ્રમોશનમાં તેની સાથે બેસીને ઈન્ટરવ્યૂ આપ્યા હતા. કેટલાક અવોર્ડ ફંક્શનમાં કેટરિના રણબીરને હસીને ભેટતી અને વાત કરતી પણ જાેવા મળી હતી.

બ્રેકઅપ પછી પણ બંને વચ્ચે સંબંધો સારા હોવાથી અંદાજાે હતો કે, રણબીરને વિકી-કેટરિનાના લગ્નમાં આમંત્રણ હશે. દીપિકા અને રણબીર એક સમયે રિલેશનશીપમાં હતા અને તેની સાથે બ્રેકઅપ થયા બાદ રણબીર-કેટરિનાની રિલેશનશીપમાં આવ્યા હતા.

આમ છતાં રણવીર-દીપિકાના આમંત્રણનું માન રાખીને કેટરિના તેમના રિસેપ્શનમાં આવી હતી. આ પરથી એવું લાગતું હતું કે, કેટરિના જૂની વાતોને મનમાં સંઘરી રાખવામાં માનતી નથી. પરંતુ સલમાનના પરિવારને લગ્નમાં આમંત્રણ ના આપવાની વાત હાસ્યાસ્પદ લાગે છે કારણકે સલમાન સાથે બ્રેકઅપ પછી પણ કેટરિનાએ તેની સાથે કેટલીય ફિલ્મો કરી છે અને ઈન્ટરવ્યૂ આપ્યા છે.

તાજેતરમાં જ કેટરિના ફિલ્મ ‘સૂર્યવંશી’ના પ્રમોશન માટે ‘બિગ બોસ’ના સેટ પર પહોંચી હતી. જાેકે, અમારા સહયોગી ઈટાઈમ્સ સાથે વાત કરતાં અર્પિતા ખાને જણાવ્યું હતું કે, રાજસ્થાનમાં યોજાનારા લગ્નમાં તેમના પરિવારમાંથી કોઈને આમંત્રણ મળ્યું નથી એટલે તેઓ જવાના નથી. કેટરિના કૈફ સૌમ્ય સ્વભાવની છે અને બધા સાથે હળીમળીને વાત કરે છે.

પરંતુ વિકી અને કેટરિના પોતાના લગ્ન ગુપ્ત રાખવા માગે છે અને ખૂબ ઓછા લોકોને બોલાવા માગે છે એટલે તેમણે ઈન્ડસ્ટ્રીના તમામ મિત્રોને મુંબઈમાં યોજાનારા રિસેપ્શનમાં બોલાવાનો ર્નિણય કર્યો છે? તો પછી પ્રશ્ન એ થાય કે, રણથંભોરમાં ૪૫ હોટેલ કોના માટે બુક કરવામાં આવી છે?SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.