લગ્નમાં ફરહાન અખ્તરની બંને દીકરીઓ રહી હાજર
મુંબઇ, ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરે ૧૯મી ફેબ્રુઆરીએ લગ્ન કર્યા હતા. તેમના લગ્ન એક્ટરના ખંડાલા સ્થિત ફાર્મહાઉસમાં યોજાયા હતા, જેમાં અંગત મિત્રો અને પરિવારજનોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
બંને ચાર વર્ષથી રિલેશનશિપમાં હતા અને ગત શનિવારે વેડિંગ વાઉવ્સ લીધા હતા. તે સમયે અમારા સહયોગીએ તેમના લગ્નની કેટલીક એક્સક્લુઝિવ તસવીરો આપના સુધી પહોંચાડી હતી. જાે કે, હવે ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરે તેમના સોશિયલ મીડિયા પર લગ્નની અંદરની તસવીરો શેર કરી છે.
તેમણે જે તસવીરો શેર કરી છે તેના પરથી લગ્નમાં તમામે ખૂબ ધમાલ કરી હશે તેમ ચોક્કસથી કહી શકાય. ફરહાન અખ્તરે વેડિંગ વાઉવ્સ લીધા તેની તસવીરો શેર કરી છે. ફરહાન ખાન થ્રી-પીસ બ્લેક સૂટમાં હેન્ડસમ લાગી રહ્યો છે જ્યારે શિબાની દાંડેકરે રેડ કલરનું ગાઉન પહેર્યું છે.
તસવીરોમાં જાેઈ શકાય છે કે, શિબાની દાંડેકરના પિતા તેના બેસ્ટમેન બન્યા છે. આ પોસ્ટની એક તસવીરમાં બંને વાઉવ્સ લીધા બાદ એકબીજાને કિસ કરતા પણ જાેઈ શકાય છે. એક્ટરે લખ્યું છે કે, ‘થોડા દિવસ પહેલા શિબાની દાંડેકર અને મેં અમારા યુનિયનનું સેલિબ્રેલન કર્યું. તે દિવસે અમારા પ્રાઈવસીનું ધ્યાન રાખનારા લોકોનો દિલથી આભાર માનું છું.
સેલિબ્રેશન જાે કે, તમારી સાથે કેટલીક કિંમતી ક્ષણો શેર કર્યા વગર અધૂરું છું. અમે સાથે નવી જર્નીની શરૂઆત કરી છે તેથી તમારા આશીર્વાદની જરૂર છે. ફરહાન અખ્તરે અન્ય જે પોસ્ટ શેર કરી છે, તેની તસવીરોમાં તે અને શિબાની દાંડેકર કોઈ વાત પર હસી રહ્યા છે.
ફરહાન અને શિબાની એકબીજા માટે જ બન્યા છે, તેની સાબિતી તસવીરો છે. તસવીરોને એક્ટરે મજેદાર કેપ્શન પણ આપ્યું છે તેણે લખ્યું છે ‘મેરા ગાઉન, મેરા લેસ. ફરહાન અખ્તર લગ્નમાં તેના મમ્મી હની ઈરાનીએ પણ હાજરી આપી હતી. આ સિવાય પહેલી પત્ની અધુના ભબાની થકી થયેલી દીકરીઓ શાક્યા અને અકિરા પણ પપ્પાના લગ્નમાં ઉપસ્થિત રહી હતી. બંને દીકરીઓ સાથે એક્ટર-સિંગરે તસવીર ક્લિક કરાવી હતી.
લગ્ન બાદ ડાન્સ પણ થયો હતો. શિબાની દાંડેકરે સસરા જાવેદ અખ્તર સાથે તો શબાના આઝમીએ વહુના પિતા સાથે ડાન્સ કર્યો હતો. શંકર મહાદેવે લગ્નમાં શાનદાર પર્ફોર્મન્સ આપ્યું હતું. આટલું જ નહીં લગ્નમાં હાજરી આપનારી ફરાહ ખાન અને હ્રિતિક રોશન સાથે ફરહાને ‘કહો ના પ્યાર હૈ’નો હૂક સ્ટેપ પણ કર્યો હતો.SSS