લગ્નમાં માછલીના ફેવરેટ પીસ માટે અથડામણ થઇ
ગોપાલગંજ: ગોપાલહંજ જીલ્લાના ભોરે પોલીસ સ્ટેશન વિસ્તારમાં અજીબોગરીબ મામલો સામે આવ્યો છે અહીં સમારોહમાં માછવીના મુડા(માછલીનું માથુ) માટે ભારે મારપીટ થઇ આ મારપીટની ઘટનામાં ૧૧ લોકોને ઇજા થઇ હતી.મામલો જીલ્લાના ભોરે પોલીસ સ્ટેશન વિસ્તારના સિસઇ ટોલા ભટવલિયાનો છે અહીં રાતે ભોજનમાં માછલીનું માથુ નહીં પિરસવાના કારણે ખુબી અથડામણ થઇ હતી. આ ઘટનામાં બંન્ને પક્ષોના ૧૧ લોકોને ઇજા થઇ હતી જેમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આ ઘટના બાદ બંન્ને પક્ષોમાં તનાવ ઉભો થયો છે જયારે પોલીસે આ મામલામાં બંન્ને પક્ષોના ઘાયલોની અલગ અલગ ફરિયાદ અને નિવેદનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર રાતે ભોરે પોલીસ સ્ટેશન વિસ્તારના સિસઇ ટોલા ભટવલિયામાં છઠૂ ગોંડને ત્યાં જાન આવી હતી લગ્ન સમારોહમાં ભોજન માટે માછલી અને ભાતની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઇજા પામેલ સુદામાનો પુત્ર રાજુ ગોંડ અને મુન્ના ગોંડ માછલી સર્વ કરી રહ્યાં હતાં
આ દરમિયાન પડોસી અજય ગોંડ અને અભય ગોંડે પોતાના જાણીતા મહેમાનોને લઇ આવ્યા અને તેમને ભોજન માટે બેસાડી દીધા ભોજન માટે બેઠેલા લોકોને પહેલા રાઉન્ડમાં બે બે પીસ માછલી આપવામાં આવી ત્યારબાદ માછલીના માથાની માંગ કરવામાં આવી અને માછલીનું માથુ નહીં આપવા પર રાજુ અને મુન્નાની પિટાઇ કરવામાં આવી અને જાેત જાેતાના બંન્ને પક્ષો વચ્ચે પિટાઇ શરૂ થઇ ગઇ હતી.