લગ્નમાં ૫૦૦ લોકો પહોંચ્યા; પોલીસે ટેન્ટ, કેટરિંગ અને ડીજે જપ્ત કર્યા
ભોપાલ:મધ્યપ્રદેશમાં વધતા કોરોનાના કેસ પછી સરકાર અને પ્રશાસને કર્ફયૂ અને લોકડાઉનની કડક અમલવારી શરૂ કરી દીધી છે. મધ્યપ્રદેશનાના ભિંડ જિલ્લાના કરથરા ગામમાં રાત્રે આવો જ એક મામલો સામે આવ્યો. જ્યાં ઈન્ડો તિબેટ બોર્ડર પોલીસના જવાન બૃજભાન સિંહ જાટવની બહેનના લગ્ન આયોજિત કરાયા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ લગ્નમાં લગભગ ૫૦૦ લોકો એકઠાં થયા હતા. જેની સુચના મળ્યાં બાદ રાત્રે ૧૦ વાગ્યે પોલીસ અને પ્રશાસનની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી.
ટીમે જાન નીકળે તે પહેલાં જ ટેન્ટ, ડીજે અને કેટરિંગનો સામાન જપ્ત કરી લીધો હતો. બેન્ડ-બાજાવાળાની દુકાન સીલ કરી દીધી હતી. પોલીસે આયોજનકર્તા વિરૂદ્ધ લોકડાઉનના નિયમ તોડવાનો કેસ દાખલ કર્યો છે. તેમના પર કલમ ૧૪૪ તોડવા અને ભીડ એકઠી કરાવવાનો આરોપ છે. જે સમયે કાર્યવાહી થઈ, કેટલાંક લોકો પંગતમાં જમી રહ્યાં હતા, તો કેટલાંક લોકો ડ્ઢત્ન પર નાચી રહ્યાં હતા. પ્રશાસનની ટીમ જાેઈને બધાં જ ડરીને આમતેમ ભાગવા લાગ્યા હતા.
દુલ્હા પક્ષના લોકો જાન કાઢવાની તૈયારી કરી રહ્યાં હતા, પરંતુ જેવી જ છોકરાવાળાને કાર્યવાહીની જાણકારી મળી, તેઓએ કાર્યક્રમ રોકી દીધો. કાર્યક્રમ કેન્સલ થવા પર અધિકારીઓએ પૂછપરછ કરી અને લગભગ ૧ કલાકની કાર્યવાહી પછી તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. જાે કે તે બાદ ૫૦ લોકોની હાજરીમાં દુલ્હા અને દુલ્હનના ફેરા કરાવવામાં આવ્યા.
દેહાત પોલીસ સ્ટેશનના પ્રભારી ધનેન્દ્ર સિંહે જણાવ્યું કે અમને સુચના મળી હતી કે લગ્ન કોઈ પણ જાતની મંજૂરી વગર થઈ રહ્યાં છે. કલેકટર ડૉ. સતીશ કુમાર એસના નિર્દેશ મળ્યાં બાદ જીડ્ઢસ્ (સબ ડિલિઝનલ મેજિસ્ટ્રેટ) ઉદયસિંહ સિકરવારના નેતૃત્વમાં કાર્યવાહી કરવામાં આવી. ટીમમાં અનેક પોલીસ કર્મચારીઓ પણ હતા. ભિંડમાં ઘરમાં લગ્ન કરાવવા પર ૫૦ લોકો અને ગાર્ડનમાં લગ્ન કરાવવા પર ૧૦૦ લોકોને સામેલ થવાની મંજૂરી છે