લગ્ન કરવાની લાલચ આપી સગીરાનું અપહરણ
વડોદરા, જિલ્લાના આજોડ ગામના રહીશ નરેશભાઈ નટુભાઈ પરમારની પુત્રીનું લગ્ન કરવાને ઈરાદે તા.૫-૨-૨૦૨૧ના રોજ આરોપી અવિનાશ બારીયા દ્વારા લગ્ન કરવાના ઇરાદે પટાવી ફોસલાવીને ભગાડવામાં આવી હતી. ભોગ બનનાર સગીરા ગોરી, શરીરે પાતળા બાંધાની છે. તેની ઉંચાઈ આશરે ૧૫૫ સે.મી.ની છે.
તેના જમણા હાથમાં અંગ્રેજીમાં ‘ઉર્વશી’ ત્રોફાવેલું છે. તેણીએ બદનમાં ગ્રે ટોપ અને સફેદ લેંઘી તથા ભૂરી અને લીલી ઓઢણી પહેર્યા છે. તેમજ તેણીએ ગ્રે જેકેટ પહેરેલું છે. તે ગુજરાતી ભાષા જાણે છે. સગીરા વિશે ભાળ મળ્યે જિલ્લા કંટ્રોલ રૂમમાં (૦૨૬૫-૨૪૨૩૭૭૭) અથવા (૨૪૨૩૮૮૮) પર સંપર્ક કરવાનું એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. માહિતી વડોદરા