લગ્ન કરી સાસરે પહોંચતા વધૂએ વરને થપ્પડ મારી
મામલો પોલીસ-પંચાયતમાં પહોંચ્યા બાદ નવવધૂ પિયર પાછી ફરી ઃ યુવતીના જૂના પ્રેમ સબંધ હોવાની ચર્ચા
જૌનપુર: ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના ગાભિરન વિસ્તારના કેલવાયન ગામમાં રવિવારે અજીબ મામલો સામે આવ્યો છે. અહીં એક નવવધૂએ પોતાના સાસરિયામાં પગ મૂકતાની સાથે જ દુલ્હાને જાેરદાર થપ્પડ મારી દીધી હતી. જે બાદમાં ખુશીનો પ્રસંગ તણાવમાં બદલાઈ ગયો હતો. આ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો અને ગામ પંચાયત બોલાવવામાં આવી હતી. જે બાદમાં દુલ્હન પોતાના પતિ સાથે રહેવા માટે તૈયાર થઈ ન હતી અને પોતાના પિયરમાં પરત ચાલી ગઈ હતી.
પ્રાપ્ત વિગત પ્રમાણે દુલ્હા-દુલ્હનની ગાડી ઘર આંગણે આવી પહોંચતા જ પરિવારની મહિલાઓએ લગ્ન ગીતો ગાવાની શરૂઆત કરી હતી. દુલ્હનની ભાભીઓ હસી મજાક કરતાં કરતાં દુલ્હનને ગાડીમાંથી નીચે ઉતારી રહી હતી. બીજી તરફ દુલ્હનના ગૃહ પ્રવેશની તૈયારી ચાલી રહી હતી. ગાડીના ડ્રાઇવરે પણ પોતાની ગાડી ઘર આંગણે ગોઠવી દીધી હતી.
કારનો દરવાજાે ખુલતા જ પહેલા દુલ્હો નીચે ઉતર્યો હતો અને બાદમાં દુલ્હને નીચે ઉતરી હતી. બંનેને સત્કારવાની વિધિ ચાલી રહી હતી ત્યારે જ અચાનક દુલ્હને દુલ્હા પર થપ્પડનો વરસાદ કરી દીધો હતો. જાેત જાેતામાં જ ખુશીનો પ્રસંગ તણાવમાં બદલાઈ ગયો હતો. જે બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી. બીજી તરફ ગામની પંચાયત પણ બોલાવવામાં આવી હતી. કલાકો સુધી મળેલી પંચાયતમાં અંતે આ સંબંધને તોડી નાખવાનો ર્નિણય લેવામાં આવ્યો. દુલ્હન લગ્નના કપડાં ઉતારીને સાદા કપડામાં પોતાના પિયર ચાલી ગઈ હતી. આ સમગ્ર નાટક પાછળ દુલ્હનનો ભૂતકાળનો પ્રેમ પ્રસંગ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
લવાયન ગામના બાંકેલાલ બિંદના પુત્ર સુચિતના લગ્ન ખેતાસરાય પોલીસ મથકના એક ગામમાં ૨૦ જૂનના રોજ નક્કી થયા હતા. નિયત તારીખે દુલ્હો વાજતે ગાજતે જાન લઈને દુલ્હનના ઘરે પહોંચ્યો હતો. લગ્ન પ્રસંગ ધૂમધામથી સંપન્ન થયો હતો. બીજા દિવસે દુલ્હન વિદાઈ લઈને દુલ્હાના ઘરે પહોંચી હતી. અહીં ગૃહ પ્રવેશ દરમિયાન જ તેણીએ દુલ્હાને અનેક થપ્પડ મારી દીધી હતી. પહેલા તો બધાને એવું લાગ્યું કે દુલ્હન પર કોઈ ભૂત-પ્રેતની અસર છે. બીજી તરફ દુલ્હા પક્ષનું કહેવું છે કે દુલ્હને જાતે જ સ્વીકાર કર્યો છે કે કોઈ યુવક સાથે તેનો વર્ષોથી પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો છે. તેણી તેના પ્રેમી સાથે જ રહેવા માંગે છે,
આ માટે તેણીએ આવું કર્યું હતું. જે બાદમાં દુલ્હનના પિયર પક્ષના લોકોને બોલાવવામાં આવ્યા હતા અને આખો મામલો પોલીસ પાસે પહોંચ્યો હતો. પોલીસની હાજરીમાં કલાકો સુધી ચાલેલી પંચાયતમાં દુલ્હન દુલ્હા સાથે રહેવા માટે રાજી થઈ ન હતી. બાદમાં દુલ્હન લગ્નના કપડાં ઉતારીને સાદા કપડાંમાં પોતાના પિયર ચાલી ગઈ હતી.