લગ્ન પછી થતાં બળાત્કાર ભારતમાં ‘કાયદેસર’ છે!!

પ્રતિકાત્મક
કેવી વક્રતા છે કે ભારતમાં દરેક વ્યક્તિને સ્વતંત્રતા અપાયેલી છે , પણ સ્ત્રી પાસે શરીરસંબંધની બાબતમાં એના પતિ દ્વારા થતા દુર્વ્યવહારની ફરીયાદ કરવાનો કે ન્યાય મેળવવાનો કોઈ માર્ગ નથી!!
જે વિષય પર આજે લખવાનુૃ છે એ સંદર્ભે એક નવલિકા, એક શોર્ટ ફિલ્મ અને એક નેટફ્લિક્સ સીરિજ યાદ આવે છે. નવલિકાનું નામ ‘શબવત’ પ્રમોશન માટે એક પતિ, એની પત્નીને પોતાના બોસ સાથે એેક રાત ગાળવા મોકલે છે. પત્ની કમકમી જાય છે. પણ વિચારેે છે કે શબની જેમ પડી રહીશ.
અને સહી લઈશ… રાત્રે બોસ ખુબ જ કોમળતાથી, સ્ત્રીની ભાવના, ઈચ્છા અને ખુશીનો ખ્યાલ રાખીને એ સ્ત્રી સાસથે સંબંધ બાંધે છે. એક સંતાનની મા એવી એ સ્ત્રીને પહેલીવાર સમજાય છે કે લવમેકીંગ કેવી ખુબસુરત કલા હોઈ શકે. પછીના દિવસેેએ શબવત તો થાય છે. પણ એના પતિના જડ જાતિય આક્રમણ સામે!! રમેશે આર.દવેની આ વાર્તા સાથે રામનારાયણ પાઠકની નવલિકા ‘સૌભાગ્યવતી’ અચુક યાદ આવે.
જેમાં એક ગ્રામણી પ્રૌઢ સ્ત્રી પતિની જાતિય આક્રમકતા સહી ન શકાવાથી બીજા ગામમાં રહેવા ચાલી જાય છે. અને એક સુશિક્ષિત શહેરી સ્ત્રી, રોજ રોજ પતિનુૃ આક્રમણ સહેતી રહેતી ચૂપચાપ મૃત્યુ પામે છે. લોકો કહે છે કે ‘નસીબદાર’ છે, સૌભાગ્યવતી જ ગઈ!!
અત્યંત કુશળતાથી બંન્ને વાર્તાઓમાં લગ્નમાં થતાં જાતિય આક્રમણના વિષયને વણી લેવામાં આવ્યુ છે. આ પતિઓ બળાત્કારી કહેવાય એવા નથી. પણ એમની જડતા અને આક્રમકતા પણ સ્ત્રી માટેે અસહ્ય અને ત્રાસદાયક હોઈ શકે. એની સચોટ પ્રતીતિ વાંચનાર પામે છે.
લગ્નની પ્રથમ રાત્રીએ સ્ત્રીના શરીરમાંથી લોહી વહે એ ના અક્ષત કૌમાર્યની સાબિતી ગણાય. એટલે મધુરજનીના શણગારેલા કમરામાંઅ કે સફેદ કપડુ મુકવામાં આવેે‘ને સવારે ઘરના વડીલો એ કપડાં પર લોહીના ડાઘ જાેવા અવો એવો રિવાજ બહુ જ પ્રચલિત છે. ‘સીલ’ નામની શોર્ટ ફિલ્મમાં પતિ-પત્ની મધુરજનીની રાત્રીએ વાતો કરે છે.
પરસ્પર દોસ્તી અને વિશ્વાસ સ્થપાય છે. અને બંન્ને એકબીજાનો હાથ પકડી સુઈ જાય છે. બીજે દિવસે પતિ પોતાના અંગુઠા પર ચીરો મુકીને લોહીવાળુ કપડુ વડીલોને દેખાડી દે છે. બેહૂદી પરંપરા સામેનો વિરોધ અને પત્નીના જતનનો આગ્રહ. એના લોહી ટપકતા અંગુઠા દ્વારા એક પણ શબ્દના ઉપયોગ વગર ગજબની પ્રબળતાથી વ્યક્ત થયો છે.
અને ‘ક્રિમીનલ જસ્ટીસ-બિહાઈન્ડ ક્લોઝ ડોર્સ’ છેતો મર્ડર-થ્રીલર. જેમાં એક શ્રીમંત સ્ત્રી એના પતિનું ખૂન કરી નાંખે છે’ને અદાલતમાં કબુલે પણ છેે. કેસ તો પણ ચાલે છે. અંતેે સક્સેફૂલ અને પ્રતિષ્ઠીત વકીલ એવો પતિ, પૈસાના જાેરેે મનગમતી સ્ત્રી સાથે લગ્ન કરતો, પત્નીને કબજામાં રાખતો. દિકરી પાસે પણ એની જાસુસી કરાવતો હતો.
ભૂલ થાય ત્યારે માનસિક ત્રાસ આપતો, પત્નીનેે મનથી નબળી પાડવામાં કોઈ કસર ન રાખતો. અને એબ્નોર્મલ જાતિય આદતો ધરાવતા સાબિત થાય છે. અહીં સ્ત્રીની સમાનતા.
ઈચ્છાઓ અને લગ્નમાં થતાં શારીરિક શોષણ પર ખુબ ભાર મુકાયો છે. હદ તો ત્યાં આવે છે કે જ્યારે પત્ની એના ગુસ્સાને ઠંડો પાડવા માટે ત્રાસદાયક અને વિકૃત એવા શરીર સંબંધ માટે પહેલ કરે છે. સંબંધો માટે સ્ત્રીઓમાં આ કેવી જાતનું કન્ડીશનીંગ રોપ્યુ છે. આપણી નારીપૂજક કહેવાતી સંસ્કૃતિએ??
મેરીટલ રેપનુૃ પરિણામ સિરીયલોમાં હત્યામાં આવ્યુ, પણ વાસ્તવિક્તા શું છે ?? લગ્નના અર્થેે જ તેનાથી જાેડાનારા સ્ત્રી-પુરૂષ જાતિય સંબંધો માટે સંમત છે એવો થાય છે. ભારતની પુરૂષસતાક (પુરૂષપ્રધાન) સમાજ વ્યવસ્થા અનુસાર સ્ત્રી પુરૂષની સંપતિ ગણાય છે.
ઈન્ડીયન પીનલ કોડની ૩૭પમી ધારા મુજબ બળાત્કાર એટલે જ સંમતિ વિરૂધ્ધ બંધાયેલો શરીરસંબંધ. સ્ત્રી પરણી છે એનો અર્થ કાયદો એ કરે છે કે તેણે શરીરસંબંધની સંમતિ આપી છે. પત્નીના શરીર પર પતિનો અધિકાર છે, સંમતિનો કયો સવાલ છે?? રેપની સજાની જાેગવાઈ કલમ ૩૭૬માં છે. પણ સુપ્રિમ કોર્ટ કહે છે તેમ ભારતીય માનસ મેરીટલ રેપને અપરાધ ગણવા તૈયાર જ નથી.
ભારત જેવા દેશમાં મેરીટલ રેપ એ પિતૃસત્તાક (પુરૂષપ્રધાન) માનસિકતાનો અત્યંત ઘૃણાસ્પદ ચહેરો છે. લગ્નના લોેખંડી પડદાની આડમાં આચરાતો આ એવો વ્યાપક અપરાધ છેે. જે વારંવાર થતાં ઉહાપોહ પછી પણ હજી સુધી તો ‘કાયદેસર’ છે. ભારતનો મોટો સમુદાય અભણ, અલ્પશિક્ષિત, સ્તરોમાં જીવતો, ગરીબ, સામાજીક નિયમોથી બંધાયેલો અને ધર્મથી જકડાયેલો છે. મેરીટલ રેપ એવા શબ્દોને તે સ્વીકારી નથી શકતી. આમ હોવાથી પત્નીની મરજી કે સંમતિ વિરૂધ્ધ થતાં શરીર સંબંધને કાયદાએ બળાત્કાર ગણવો કે નહી એ બાબત જટીલ બની જાય છે.
ભારતીય દેહસંહિતામાં વૈવાહિક બળાત્કાર વિશે કોઈ સ્પષ્ટતા નથી કાયદાશાસ્ત્રીઓમાં પણ તેને માટે મતભેદ છે. એથી જ છતીસગઢની હાઈકોર્ટ કહે છે કે પત્ની સાથે બળજબરીપૂર્વક કરેલો શારીરિક સંબંધ બળાત્કારની કેટેગરીમાં ન આવે. અને કેરળની હાઈકોર્ટ ચુકાદા આપે કે પત્નીની ઈચ્છાવિરૂધ્ધ બંધાયેલા જાતિય સંબંધ મેરીટલ રેપ એટલે કે વૈવાહિક બળાત્કાર-દુષ્કર્મ કહેવાય એવું બને છે.
વળી, આની ફરીયાદ ન છૂટકે જ થાય છે. અને એ સાબિત પણ ભાગ્યે જ થાય છે. અત્યારે તો મેરીટલ રેપનો સમાવેશ ઘરેલુ હિંસામાં થાય છે. રેપમાં નહીં. એવી વક્રતા છે કે ભારતમાં દરેક વ્યક્તિને સ્વતંત્રતા અપાયેલી છે પણ સ્ત્રી પાસે શરીરસંબંધની બાબતમાં એના પતિ દ્વારા થતાં દુવ્યવહારની ફરીયાદ કરવાનો કે ન્યાય મેળવવાનો કોઈ માર્ગ નથી.
જે સ્ત્રી પતિ દ્વારા થતી ‘સેક્સ્યુઅલ વાયોલન્સ’ની ફરીયાદ કરવા આગળ આવે તેને અદાલત રક્ષણ કે સપોર્ટ મિકેનિઝમ આપી શકતી નથી.
ભારતની કુટુંબ વ્યવસ્થા એવી છે કે ત્યાંથીપણ કોઈ મદદ મળે નહી. સમાજ પણ તેને સાથ ન આપે. પીડિત પત્નીએ શું કરવુ?? એની વહારે કોણ આવશે? નાગરીક તરીકેના એના સમાનતાના જીવનના અને ગરિમાના અધિકારોનું હનન જ થયા કરશે?? જાે પત્ની પંદર વર્ષથી નીચેની ઉંમરની હોય તો જ કાયદો તેને રક્ષણ આપી શકે. એવું કેમ? ક્યાં સુધી?? અને એ કિસ્સાઓમાં પણ દંડ અને સજા બળાત્કાર કરતા ઓછા પ્રમાણમાં જ છે.
અવેંુ નથી કે ધારાશાસ્ત્રીઓ આ બાબતમાં અસંવેદનશીલ છે. પરણેલા પુરૂષની શરીરસંબંધ બાબતની ક્રુરતા અને શરીરસંબંધ માટે લગ્નમાં અપાયેલી મનાતી પરોક્ષ સંમતિ આ બંન્ને બાબતો એક છે. એવો પ્રશ્ન એમને પણ થતો તો હશે. થાય છે, યુગલ પરિણીત છે.
એટલા એ જ કારણથી ક્રુર અને હિંસક અથવા સંમતિ વિરૂધ્ધ બંધાયેલા શારીરિક સંબંધને ‘સંભોગ’માં વ્યાખ્યાયિત કરવો અને ‘પતિ-પત્નીની અંગત બાબત માની દુર્લક્ષ કરવો એ તેમને પણ ક્યાંક ખટકે તો છે. તો પછી કોઈ રસ્તો આઝાદીના અમૃત મહોત્સવ સુધી ન શોધાય એવું કેમ બન્યુ છે.