લગ્ન પછી હનીમૂન માટે માલદીવ પહોંચી ધરા ભાભી
મુંબઈ, ટીવી સીરિલયલ પંડ્યા સ્ટોરમાં ધરા ભાભીનો રોલ કરનારી અભિનેત્રી શાઈની દોશીએ આ વર્ષે જુલાઈ મહિનામાં બોયફ્રેન્ડ લવેશ ખૈરજાની સાથે લગ્ન કર્યા હતા. કોરોના મહામારીને કારણે તેઓ લગ્ન પછી હનીમૂન માટે નહોતા જઈ શક્યા. પરંતુ હવે તેઓ લગ્નના બે મહિના પછી હનીમૂન એન્જાેય કરવા ગયા છે. શાઈની દોશી અને લવેશ માલદીવ પહોંચ્યા છે.
શાઈની દોશીએ માલદીવથી પોતાની અને પતિ લવેશની રોમાન્ટિક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં શાઈની અને લવેશનો કૂલ અંદાજ જાેવા મળી રહ્યો છે. પતિ-પત્નીએ બીચ પર ડાન્સ પણ કર્યો હતો. શાઈનીએ ડાન્સનો વીડિયો પણ ફેન્સ સાથે શેર કર્યો છે. શાઈની દોશીએ બિકિનીમાં પોઝ આપ્યા છે. તસવીરો જાેઈને લાગી રહ્યું છે કે શાઈની પોતાના હનીમૂન બાબતે ઘણી એક્સાઈટેડ છે. તે માલદીવ્સમાં ખૂબ એન્જાેય કરી રહી છે.
વાતચીતમાં શાઈનીએ જણાવ્યું કે, તે છ દિવસ માલદીવમાં રોકાવવાની છે. મારે છ દિવસ માટે એડવાન્સમાં શૂટિંગ સમાપ્ત કરવુ પડ્યું જેથી અમે હનીમૂન પર જઈ શકીએ. લવેશ અને મને સાથે ટ્રાવેલ કરવાનો ઘણો શોખ છે. આ પહેલા પણ અમે બન્ને ઘણાં દેશોમાં સાથે ફરી ચૂક્યા છીએ. જ્યારે અમે હનીમૂનની ચર્ચા કરી રહ્યા હતા ત્યારે અમને માત્ર એક વસ્તુ ચોક્કસપણે ખબર હતી કે અમે જ્યાં જઈશું ત્યાં પાણી હોવું જાેઈએ. માટે અમે માલદીવ આવી ગયા. માલદીવ અમારી બકેટ લિસ્ટમાં પણ હતું.
શાઈની દોશી ઓનસ્ક્રીન ટ્રેડિશનલ લુકમાં જાેવા મળે છે, પરંતુ ઓફસ્ક્રીન તેને બિકિનીમાં જાેઈને ફેન્સ પણ ચોંકી ગયા છે. ફેન્સ પોતાની ફેવરિટ ધરા ભાભીના આ બિકીની લુકના ખૂબ વખાણ કરી રહ્યા છે. શાઈની દોશીએ લવેશ સાથે ૧૫મી જુલાઈના રોજ લગ્ન કર્યા હતા. લગ્નમાં માત્ર ૨૫ મહેમાન હાજર રહ્યા હતા. લગ્ન શાઈનીના ઘરે થયા હતા. શાઈનીની એક્ટ્રેસ મિત્ર પ્રણિતા પંડિતે જણાવ્યુ હતું કે, શાઈની દોશી અને લવેશ ખૈરજાની આ વર્ષે નવેમ્બર અથવા ડિસેમ્બરમાં એક મોટી પાર્ટી આપવાની યોજના બનાવી રહ્યા છે.SSS