લગ્ન પર ખર્ચ ન કરવો પડે એટલે સાવકી માતા અને પિતાએ દીકરીની હત્યા કરી નાખી

પ્રતિકાત્મક
પટણા, બિહારના ભોજપુર જિલ્લામાં સંબંધોને તાર તાર કરનારી એક ઘટના સામે આવી છે. અહીં સાવકી માતાએ સગા પિતા સાથે મળીને પોતાની જ દીકરીની હત્યા કરી નાખીને પુરાવા છુપાવવાના ઉદ્દેશ્યથી તેના શવને નહેરમાં ફેકી દીધું. જિલ્લાના અજીમાબાદ પોલીસ સ્ટેશનની પોલીસને ભીમપુરા ગામની પાસે નહેરના કિનારા પરથી મૃત કિશોરીનું શવ બિનવારસી અવસ્થામાં મળી આવ્યું હતું અને પોસ્ટમોર્ટમ માટે સારા સદર હૉસ્પિટલ મોકલી આપવામાં આવ્યું છે.
મૃતિકના મામાએ કિશોરીની હત્યા કરવાનો આરોપ સગા પિતા અને સાવકી માતા પર લગાવ્યો છે.
બે દિવસ પહેલા જ મૃતિકાના મામાએ સગા પિતા અને સાવકી માતા સહિત ત્રણ લોકો વિરુદ્ધ કિશોરીની હત્યાની આશંકા વ્યક્ત કરતા ગુમ થયાની લેખિતમાં અરજી નવાદા પોલીસ સ્ટેશનમાં આપી હતી. મૃતિકાના મામાએ જણાવ્યું કે મૃતિકા કિશોરીના લગ્નનો ખર્ચ ન કરવો પડે એટલે તેના પિતા અને સાવકી માતાએ તેની હત્યા કરીને પુરાવા છુપાવવાના ઉદ્દેશ્યથી શવને નહેરમાં ફેકી દીધું છે. મૃતિકાને આ લોકો મોટા ભાગે ત્રાસ આપતા હતા, જેને લઈને ગત ૧૭ તારીખે તેના દ્વારા પિતા અને સાવકી માતા સહિત ૩ લોકો વિરુદ્ધ નવાદા પોલીસ સ્ટેશનમાં હત્યા કરીને શવ છુપાવવાની એફઆઇઆર પણ નોંધાવવામાં આવી હતી.
મૃતિકા આરા શહેરના નવાદા વિસ્તારના સર્વોદય નગરના નિવાસી સોનૂ કુમારની ૧૬ વર્ષીય દીકરી દિવ્યા કુમારી છે જે ત્રણ દિવસ પહેલા ઘરથી અચાનક ગાયબ થઈ ગઈ હતી. યુવતીનું શવ મળ્યા બાદ અજીમાબાદ પોલીસે તેની ઓળખ ન થવા પર શવને પોસ્ટમોર્ટમ માટે આરા મોકલી આપ્યું હતું પરંતુ આ દરમિયાન ઘટનાસ્થળ પર ખેચવામાં આવેલી તસવીર યુવતીના અરવલ જિલ્લાના મોહંદોરામાં ઉપસ્થિત તેના મામા પાસે જતી રહી ત્યારબાદ તેના મામાએ તેની ઓળખ ગુમ દિવ્યા કુમારીના રૂપમાં કરી છે.
શવ પોસ્ટમોર્ટમ માટે સદર હૉસ્પિટલ પહોંચતા જ મૃતિકાના મામા અને અન્ય પરિવારજનોએ નવાદા પોલીસ સ્ટેશનની પોલીસ સાથે હૉસ્પિટલે પહોંચ્યા અને શવની ઓળખ દિવ્યા કુમારીના રૂપમાં કરી. મૃતિકાના મામાના જણાવ્યા મુજબ દિવ્યા ગુમ થયા અને તેની હત્યા કરી દેવાની આશંકાને લઈને તેણે નવાદા પોલીસ સ્ટેશનમાં સાવકી માતા શાંતિ દેવી અને તેના પિતા સોનૂ રાય અને કાકી સંધ્યા દેવી વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કરાવ્યો હતો. મૃતિકાનો કોઈ ભાઈ કે બહેન નથી અને તેના આરોપી પિતાએ ૧૩ વર્ષ પહેલા તેની માતાની પણ કાવતરું રચીને હત્યા કરી દીધી હતી.
બીજી તરફ નવાદા પોલીસ સ્ટેશનની પોલીસે મૃતિકાના સર્વોદય નગર સ્થિત ઘર પર છાપેમારી કરતા સાવકી માતાની ધરપકડ કરી લીધી છે તો મૃતિકાનો પિતા ઘર છોડીને ફરાર થઈ ગયો છે. હાલમાં નવાદા પોલીસ સ્ટેશનની પોલીસ મૃતકની હત્યામાં સામેલ પિતા અને અન્ય આરોપીઓની ધરપકડમાં લાગી છે જ્યારે મૃતક કિશોરીના શવને જપ્ત કરીને પોસ્ટમોર્ટમ કરાવવામાં આવી રહ્યું છે.
અજીમાબાદ પોલીસ સ્ટેશના પ્રભારી અંશુ કુમારીને જ્યારે આ ઘટના બાબતે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે શવ નહેરના કિનારે મળી આવ્યું હતું. મેડિકલ ટીમ બનાવીને શવનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવી રહ્યું છે. આમ શવના ઘણા ભાગમાં ઇજાના નિશાન છે પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ જાણકારી મળી શકશે કે હત્યા કરવામાં આવી છે કે નહીં. હાલમાં પોલીસ સંપૂર્ણ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.HS