લગ્ન પહેલા અભિનેત્રી શ્રદ્ધા આર્યાની હલ્દી સેરેમની થઈ
મુંબઈ, કુંડલી ભાગ્યની એક્ટ્રેસ શ્રદ્ધા આર્યા આજે તેના ફિયાન્સ રાહુલ શર્મા સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. રાહુલ શર્મા એક નેવી ઓફિસર છે. શ્રદ્ધા આર્યા અને રાહુલ શર્મા દિલ્હીમાં યોજાવાના છે અને બે દિવસથી પ્રી-વેડિંગ ફંક્શન ચાલી રહ્યા છે.
શ્રદ્ધા આર્યાના ફંક્શનમાં કુંડલી ભાગ્યના કો-સ્ટાર્સ પણ ધમાલ મચાવી રહ્યા છે. મહેંદી સેરેમની બાદ શ્રદ્ધા આર્યાની હલ્દી સેરેમનીની તસવીરો અને વીડિયો સામે આવ્યા છે, જે સેલિબ્રિટી સ્ટાઈલિસ્ટ નેહા અદ્વિક મહાજને શેર કર્યા છે. નેહાએ હલ્દી સેરેમની જે તસવીરો શેર કરી છે, જેમાં શ્રદ્ધા પીળા કલરના ક્રોપ ટોપ અને લહેંગામાં જાેવા મળી રહી છે.
આ સાથે તેણે ફ્લાવર જ્વેલરી પહેરી છે અને પાછળ ફૂલથી કરવામાં આવેલુ સુંદર ડેકોરેશનની ઝલક પણ જાેવા મળી રહી છે. નેહા મહાજને એક રિલ પણ શેર કરી છે. જેમાં એક્ટ્રેસ હીના પરમાર પણ જાેવા મળી રહી છે અને ત્રણેય એક ટેબલ પર બેસીને ડાન્સ કરી રહી છે. રિલને તેણે ક્યૂટ કેપ્શન પણ આપ્યું છે અને લખ્યું છે ‘ક્યૂટજી બહૂ દા ઈન્ટ્રોડક્શન કરવાયેંગે.
ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં નેહા મહાજને બૂમરેંગ વીડિયો શેર કર્યો છે. જેમાં બ્રાઈડ-ટૂ-બી ફ્રેન્ડ્સ સાથે ડાન્સ કરી રહી છે. તે કેટલી ખુશ છે તે તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અન્ય વીડિયોમાં નેહા અને હીના પરમારને શ્રદ્ધાના ગાલ પર કિસ કરતી જાેઈ શકાય છે.
હલ્દી બાદ શ્રદ્ધા તેના કલીરા બતાવતી હોય તેવો વીડિયો સામે આવ્યો છે આ પહેલા શ્રદ્ધા આર્યાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર મહેંદી અને સગાઈની રિંગ બતાવી હતી. તસવીરોની સાથે તેણે લખ્યું હતું ‘આ અત્યારસુધીની સૌથી સરળ હા છે’. શ્રદ્ધા અને રાહુલના લગ્ન દિલ્હીની એરોસિટી હોટેલમાં થવાના છે. જેમાં પરિવારજનો અને નજીકના મિત્રો જ હાજર રહેશે.SSS