લગ્ન પહેલા કરીના કપૂર બાળકોનાં કપડા ખરીદતી હતી
મુંબઈ, કરીના કપૂરનું પુસ્તક પ્રેગ્નન્સી બાઈબલ જ્યારથી પ્રકાશિત થયું છે ત્યારે તેના જીવનને લગતી અનેક વાતો જાણવા મળી રહી છે. આ પુસ્તકમાં કરીનાએ તો પોતાના અનુભવો જણાવ્યા છે જ પરંતુ તેની સાથે સાથે તેના જીવનના અત્યંત નજીકના લોકોએ પણ પોતાના વિચાર વ્યક્ત કર્યા છે. કરીનાના પતિ અને અભિનેતા સૈફ અલી ખાને પણ આ પુસ્તકમાં પોતાના વિચારો વર્ણવ્યા છે.
તેણે કરીના સાથેના ડેટિંગના સમયનો પણ એક અનુભવ શેર કર્યો. ફિલ્મ ટશનના સેટ પર સૈફ અને કરીનાનો પ્રેમ પાંગર્યો હતો તે આપણે સૌ જાણીએ છીએ. તે સમયે બન્ને ફ્રી ટાઈમમાં ફરવા જતા હતા અને સાથે મળીને શોપિંગ કરતા હતા. સૈફે આ પુસ્તકમાં જણાવ્યું કે, તેઓ બન્ને કિડ્સ સેક્શનમાં કપડા જાેવા જતા હતા. સૈફ લખે છે કે, તે સમયે બેબોનું ઝીરો ફિગર હતું, માટે તેને બાળકોના જ કપડા માપના આવી રહેતા હતા. ફિલ્મોમાં એન્ટ્રી પહેલા કરીનાએ ઘણું વજન ઓછુ કર્યુ હતું.
કરીના એક સમયે ઝીરો ફિગર આઈકન બની ગઈ હતી. પરંતુ તૈમૂરના જન્મ પછી તેની વિચારધારા સંપૂર્ણપણે બદલાઈ ગઈ. ફેશન લવર કરીનાએ પોતાના શરીરમાં થયેલા ટ્રાન્સફોર્મેશનને પણ સ્વીકાર્યું અને સ્ટાઈલિશ અંદાજથી અનેક લોકો માટે પ્રેરણા બની ગઈ. સામાન્યપણે અભિનેત્રીઓ પ્રેગ્નેન્સી દરમિયાન મીડિયા સામે આવવાનું ટાળે છે, પરંતુ કરીના બિન્દાસ્ત થઈને મીડિયા સામે આવતી હતી અને તેના પ્રેગ્નેન્સી લુકની પણ ખૂબ ચર્ચા થતી હતી. કરીનાની ખાસ મિત્ર મલાઈકા પણ કરીનાના આ અંદાજને કારણે ચોંકી ગઈ હતી. તેણે પુસ્તકમાં આ બાબતનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે, જ્યારે તેણે પોતાની મિત્રને આ લુક અને હાઈ હીલ્સમાં જાેઈ તો તે ચોંકી ગઈ.
બેબોએ આ લુક કોન્ફિડન્સ અને સ્પાર્ક સાથે અપનાવ્યો હતો, અને તે વખાણવા લાયક છે. કરીનાએ એક ઈન્ટર્વ્યુમાં કહ્યુ હતું કે તે હવે ક્યારેય સાઈઝ ઝીરો બનવાનું પસંદ નહીં કરે, તે પોતાના વર્તમાન ફીગરથી ખુશ છે. પોતાના શરીર પ્રત્યેનો આ વિશ્વાસ તેને સ્ટાઈલ ક્વીન બનાવે છે.SSS