Western Times News

Gujarati News

લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડતા ૫ મોત

જાૈનપુર: ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના જલાલપુર વિસ્તારના અન્ડર કન્સ્ટ્રક્શન હાઈવે પર થયેલી સડક દુર્ઘટનામાં ૫ લોકોના મોત થયા છે. મકરા ગામની નજીક એક બ્રેજા કાર અને ટ્રકની ટક્કરમાં પાંચ લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા છે. જ્યારે એક ઘાયલ વ્યક્તિની હાલત ગંભીર છે. જેની સારવાર તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

મળેલી જાણકારી અનુસાર મૃતક કાર સવાર ચંદોલી જિલ્લાથી એક લગ્ન પ્રસંગમાં હાજરી આપીને જૌનપુર પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના થઈ. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. સાથે જ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડી દીધા છે. ટક્કર એટલી જબરદસ્ત હતી કે કારનો કચ્ચરઘાણ ઉડી ગયો. લાંબી મહેનત બાદ પોલીસે પાંચ મૃતદેહોને બહાર કાઢ્યા. જણાવવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવરને ઝપકી આવી જવાના કારણે આ ઘટના થઈ છે. હાલ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.