Western Times News

Gujarati News

લગ્ન પ્રસંગમાં ગરબા રમતી મહિલાનું હાર્ટ એટેકથી મોત

રુપાલ, આપણી આસપાસ એવી કેટલીયે ઘટનાઓ બનતી હોય છે, જેના પર વિશ્વાસ કરી શકાતો નથી. ત્યારે લગ્નના પ્રસંગમાં ગરબા રમતી વખતે કેમેરામાં એક લાઈવ મોત કેદ થયું છે ગાંધીનગરના રૂપાલમાં લગ્નના કાર્યક્રમમાં ગરબા રમતી વખતે મહિલાનું મોત થયું છે.

પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે કે આ મહિલાને હાર્ટએટેક આવતા મહિલા ગરબા રમતા રમતાં ઢળી પડ્યા હતા, અને તેમનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગર જિલ્લાના ખાનપુર ગામમાં રહેતી ૪૫ વર્ષીય કલ્પનાબેન ગઢવી પોતાના પિયર રૂપાલમાં લગ્ન હોવાથી ત્યાં ગયા હતા. લગ્ન પ્રસંગ હોવાથી રાત્રિ દરમિયાન ગરબાનું આયોજન કરાયું હતું. જેમાં કલ્પનાબેન પણ ગરબે ઘુમી રહ્યા હતા.

આ દરમિયાન કોઈને પણ ખબર નહિ હોય કે, આ પ્રસંગમાં માતમમાં ફેરવાઈ જશે. કલ્પનાબેનને અચાનક હાર્ટ એટેક આવ્યો અને તે ગરબામાં જ નીચે ઢળી ગયા હતાં. જેમાં તેમનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે અને અત્યંત ચોકવનારા દ્રશ્યો સામે આવ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.