લગ્ન પ્રસંગમાં છાશ પીધા બાદ ૨૦૦થી વધુને ફૂડ પોઈઝનિંગ
ભાવનગર, સિહોરના ઘાંચીવાડા વિસ્તારમાં એક લગ્ન પ્રસંગ યોજાયો હતો. લગ્ન પ્રસંગમાં લોકોએ ભોજન લીધુ હતુ. આ દરમિયાન છાશ પીધા બાદ ૨૦૦થી પણ વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયુ હોવાની વિગતો સામે આવી છે. નાના મોટા સૌ કોઈને ઝાડા ઉલટી થવા લાગી હતી. જે બાદ તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક સાથે આટલા બધા લોકોને ફૂડ પોઈઝનિંગ થતા હોસ્પિટલો પણ ઉભરાઈ હતી.
સ્થાનિકોનો પણ દાવો છે કે, સ્થાનિક દુકાનમાંથી છાશ મંગાવીને પીધા બાદ ફૂડ પોઈઝનિંગ થયુ હતુ. બીજી તરફ, ફૂડ પોઈઝનિંગની સૌથી વધુ અસર બાળકોમાં જાેવા મળી છે.
આ ઘટનાની જાણ થતા પોલીસ સહિત આરોગ્ય વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જે દુકાનેથી ફૂડ, લિક્વિડ અને છાશ લાવવામાં આવી હતી ત્યાંથી આરોગ્ય વિભાગે અલગ અલગ નમૂના લઈ કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ, ભાવનગરના સિહોર તાલુકામાં આવેલા ઘાંચીવાડા વિસ્તારમાં એક લગ્ન પ્રસંગ યોજાયો હતો. આ લગ્ન પ્રસંગમાં ૫૦૦થી પણ વધુ લોકો હાજર રહ્યા હતા. લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ અને છાશ પીધા પછી લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. વર અને કન્યા પક્ષના ૨૦૦થી વધુ લોકોને અચાનક ઝાડા ઉલટીઓ થવા લાગી હતી. જે બાદ તેઓને સિહોરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
જાણ થતા આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બાદમાં જે દુકાનમાંથી છાશ વગેરે લાવવામાં આવ્યા હતા ત્યાથી વિવિધ નમૂનાઓ લઈને ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા હતા. બીજી તરફ, આટલી મોટી સંખ્યામાં લોકોને ફૂડ પોઈઝનિંગ થતા હોસ્પિટલ પણ ઉભરાવા લાગી હતી.
સારવાર માટે દર્દીઓની લાંબી લાંબી લાઈનો લાગી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે, નજીકમાં આવેલી એક દુકાનમાંથી છાશ લાવવામાં આવી હતી. લગ્નમાં હાજર લોકોએ છાશ પીધા બાદ અચાનક તેઓને ઝાડા-ઉલટી શરુ થઈ ગઈ હતી.
બીજી તરફ, સ્થાનિકોનું કહેવું છે કે, અગાઉ પણ અહીં ફૂડ પોઈઝનિંગની ઘટના બની ચૂકી છે. બીજી મહત્વની વાત એ છે કે, નવસારીના ગણદેવી તાલુકાના દેવસર ગામના મંદિર ફળિયામાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં પણ આવી જ ઘટના બની હતી. જેમાં રાત્રે ભોજન લીધા બાદ લગભગ ૩૦ જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી.SSS