લગ્ન પ્રસંગે આવેલી સગીરા પર યુવકે વારંવાર બળાત્કાર ગુજાર્યો
સુરત: શહેરના અમરોલી વિસ્તારમાં કાકાને ત્યાં લગ્ન પ્રસંગે આવેલી સગીરાને અવાવરું જગ્યાએ લઈ જઈ વારંવાર બળાત્કાર ગુજારવાના ગુનામાં કોર્ટે આરોપીને ૧૦ વર્ષની કેદ ફટકારી છે. કેફી પીણું પીવડાવી સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને ૧૦ વર્ષની સખત કેદની સજા કોર્ટે ફટકારી છે.
આરોપી રણજીત સિકંદર સિંહને ૧૦ વર્ષની કેદની સજા ફટકારી છે. અમરોલી સાયણ રોડ પર અવાવરું જગ્યા પર દુષ્કર્મ આચર્યું હતું. વારંવાર દુષ્કર્મ આચરતા સગીરા ૨ દિવસ બેભાન રહી હતી. ગત ૨૫ મે ૨૦૧૯ ના રોજ લગ્ન પ્રસંગે કાકાને ત્યાં સગીરા આવી હતી.
દરમિયાન સુરત જિલ્લામાં વધુ એક હનીટ્રેપની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ગઈ કાલે ભાજપના નેતા પછી હવે સુરતના એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર(પીએસઆઇ) હનીટ્રેપનો શિકાર બન્યા છે. તેમનો યુવતી સાથેનો અશ્લીલ વીડિયો વાયરલ થતાં સમગ્ર પોલીસબેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.
બારડોલીના વેપારી ઓનલાઈન હનીટ્રેપનો શિકાર બન્યા બાદ બુધવારે પાલિકાનો સભ્ય અને ગુરુવારે પલસાણા તાલુકાના એક પીએસઆઈ સહિત બારડોલીના ૨ યુવકનો પણ બીભત્સ વીડિયો વાઇરલ થતાં ઓનલાઈન હનીટ્રેપનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
સુરત ગ્રામ્યના કડોદરા પોલીસ મથકના પીએસઆઈનો વીડિયો વાયરલ થયો છે. પીએસઆઈ નવસારી જિલ્લામાં ફરજ પર હતા
દરમ્યાન ઘટના બની હતી. જાેકે હજુ સુધી પોલીસ અધિકારી દ્વારા કોઈ ફરિયાદ નથી કરાઈ. નોંધનીય છે કે, ગઈ કાલે બારડોલીના ભાજપના નેતા અને કાઉન્સિલરનો યુવતી સાથેનો અશ્લીલ વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો હતો. વીડિયો વાયરલ થતાં પાર્ટીએ તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા.
બારડોલીના ભાજપના નેતા અને નગરપાલિકાના કાઉન્સિલરનો અશ્લીલ વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો હતો. વીડિયો કોલમાં ભાજપના નેતા ર્નિવસ્ત્ર થઈને લલના સામે અશ્લીલ હરકતો કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતાં તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
ભાજપના નેતા અને બારડોલી નગરપાલિકાના કાઉન્સિલર દક્ષેશ શેઠનો યુવતી સાથેનો અશ્લીલ વીડિયો વાયરલ થતાં સમગ્ર બારડોલી પંથકમાં ચર્ચાએ ભારે જાેર પકડ્યું છે. દક્ષેશ શેઠ વોર્ડ નંબર -૧ના કાઉન્સિલર છે. ૧.૫૦ મિનિટમાં વીડિયોમાં કાઉન્સિલર સામે યુવતી પહેલા પોતે ર્નિવસ્ત્ર થઈ જાય છે. આ પછી કાઉન્સિલર પણ ર્નિવસ્ત્ર થઈ અશ્લીલ ચેષ્ટા કરી રહ્યા છે.આ હરકતોનો વીડિયો રેકોર્ડ કર્યા પછી વાયરલ કરી દેવામાં આવ્યો છે. સમગ્ર વીડિયોમાં યુવતી પોતાની ઓળખ છૂપાવવા મોઢું છુપાવી રહી છે. આ વીડિયો વાયરલ થયા પછી ભાજપે તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા છે.