લગ્ન બંધનમાં એડજસ્ટમેન્ટ જરૂરી
પ્રેમ કરતાં વિચારે કે ન વિચારે પણ લગ્નમાં બંધાતા પહેલા જરૂર વિચારે છે: સંબંધમાં લાગણી વ્યક્ત કરવી જરૂરી છે |
સંબંધોમાં લાગણી વ્યક્ત કરવી ખૂબ જ જરૂરી હોય છે તમે જયારે લાગણી વ્યકત કરો છો ત્યારે તમારા સાથીને પણ તમારી વાતની ખબર પડે છે. યુવક- યુવતિ મોટા થાય એટલે માતા પિતા કે વડીલો તેમના માટે મુરતિયા શોધવાનું શરૂ કરે છે અને લગ્ન કોઈપણ વ્યક્તિના જીવનમાં અગત્યનો નિર્ણય ગણાય છે વ્યક્તિ પ્રેમ કરતાં પહેલાં વિચારે કે ન વિચારે પણ લગ્ન બંધનમાં બંધાતા પહેલાં જરૂર વિચારે છે. કહેવાય છે કે લગ્ન બાદ વ્યક્તિનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય છે. આ વાત કેટલી હદ સુધી સાચી છે કારણ કે લગ્ન બાદ એક જુદા જ સ્વભાવની વ્યક્તિ સાથે રહેવાનુ હોય છે તેની સાથે તમારી ચીજો શેર કરવાની હોય છે અલબત ઘણાં લોકો આ કારણસર લગ્ન કરવાથી દૂર ભાગતા હોય છે અને લગ્નના બંધનમાં બંધાતા નથી. તેમના મનમાં લગ્ન અંગે ઘણી પૂર્વધારણાઓ હોય છે અને તેના આધારે જ લગ્નથી દૂર રહેવા માંગે છે. આવા લોકો એવી ધારણા મનમાં બાંધી લેતા હોય છે કે, જેઓએ લગ્ન કરી લીધા હોય છે તેઓ જીવનમાં અડચણો ઉભી થાય છે. અહીં કેટલાંક લોકોની ધારણા કેવા પ્રકારની છે તે જાણવા પ્રયાસ કરીએ.
કેટલાંક લોકો એમ માનવા લાગે છે કે લગ્નનો બીજા અર્થ થાય છે એડજસ્ટમેન્ટ અને તેઓ પોતાની ખુશીનો ત્યાગ કરવા માંગતા નથી તેથી તેઓ લગ્નથી દૂર રહેવા છે. આમ તો આ ધારણા સાચી હોવા છતાં ખોટી છે આમ તો લગ્ન જીવનમાં પતિ-પત્નીએ એડજસ્ટમેન્ટ તો કરવું જ પડતુ હોય છે પરંતુ એડજસ્ટમેન્ટનો એ અર્થ નથી કે તમે તમારી ખુશીનો ત્યાગ કરો. એક સંબંધમાં બે વ્યક્તિઓ હોય છે અને બંનેની ખુશી મહત્વની હોય છે.
કેટલાંક લોકો તો વળી લગ્નને બોજ માનતા હોય છે અને એટલા માટે તેઓ લગ્નથી દૂર ભાગતા હોય છે કારણ કે તેમને એમ લાગે છે કે લગ્નનો અર્થ બોજ થાય છે પરંતુ આ ધારણાં તદ્દન ખોટી છે. લગ્ન બાદ વ્યક્તિએ ઘણી નવી જવાબદારીઓ ઉઠાવવી પડે છે પણ જેમ લગ્ન બાદ વ્યકિતની જવાબદારીઓ વધી જાય છે તેમ મુશ્કેલીઓ વહેંચવા માટે એક સાથીદાર મળી જાય છે માટે મુશ્કેલીઓ ક્યારેય તમને માનસિકરૂપથી ભાંગી નથી શકતી કારણ કે તમારો સાથીદાર તમારી સાથે હોય છે.
આપણે આપણી આસપાસ નજર દોડાવીશુ તો આપણે યુગલો વચ્ચે ઝઘડતા જોવા મળે છે ત્યારે એમ તેમની વચ્ચે કશુ પણ બરાબર નથી પરંતુ આ ધારણા ખોટી છે એવુ નથી કે લગ્ન થાય એટલે બંને વચ્ચે ઝઘડા થાય. પણ જેમની વચ્ચે કંઈ બરાબર ન હોય. ઘણી વખત લોકો સંબંધને ખુશાલીભર્યો દર્શાવવા ગુસ્સો કે નારાજગી મનમાં રાખે છે જેથી સંબંધ બગડવા માંગે છે સંબંધમાં ઘણીવાર લાગણીઓ વ્યકત કરવી જરૂરી છે તમે લાગણીઓ વ્યકત કરો છો ત્યારે સાથીને પણ તમારી વાતની ખબર પડે છે.
અહીં આપણે એક છોકરીની વાત કરીએ આ છોકરી માટે તેના માતા-પિતાએ છોકરો પસંદ કર્યો બંને વચ્ચે મુલાકાત પણ ગોઠવાઈ અને સગા સંબંધીઓ સાથે જઈને વાત આગળ ચલાવી હવે થયુ એવુ કે આ છોકરીએ માત્ર છોકરો પાતળા બાંધાનો છે એવુ કારણ આગળ ધરીને આ સંબંધ મારે કરવો નથી પણ આ છોકરી એવુ વિચારતી નથી કે આજે પાતળા બાંધાનો છે તો કાલ સવારે તેનામાં ફેરફાર પણ થાય ! ઘર, મા-બાપ ભાઈ-ભાભી બધાનો સ્વભાવ સારો છે પણ પાતળા બાંધાનો છોકરો હોવાથી છોકરી અસંમજમાં મુકાઈ ગઈ છે.
અહીં જો વાત પાતળા બાંધાનો છોકરો હોવાથી વાત આગળ વધી શકે તેવુ કારણ દર્શાવવુ બરાબર નથી કારણ કે છોકરો કાલે મજબૂત બાંધાનો થઈ શકે એમ છે પરંતુ જો બીજી ત્રીજી કે ચોથી મુલાકાત થાય અને બંને એકબીજાને સમજી શકે તો વાત આગળ ચાલે તેમ છે માટે દુબળો છોકરો છે એટલે સંબંધ કરવો નથી તે વાજબી કારણ લાગતુ નથી.