લગ્ન બાદ કેટ-વિકી ચૌથ માતાના દર્શન માટે જશે
મુંબઈ, હાલ ચારેતરફ માત્ર વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્નની ચર્ચા થઈ રહી છે. બંનેના વેડિંગ ફંક્શનની શરૂઆત આજથી (૭ ડિસેમ્બર) થશે. ૯મી ડિસેમ્બરે કપલ હિંદુ વિધિ પ્રમાણે ફેરા લઈને પતિ-પત્ની બનશે.
વિકી અને કેટરીનાના લગ્ન સવાઈ માધોપુરમાં આવેલા મહેલમાં થવાના છે. લગ્નની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે અને ફેન્સ કપલને દુલ્હા-દુલ્હનના આઉટફિટમાં જાેવા માટે આતુર છે. વિકી-કેટરીનાના લગ્નને લઈને નવા-નવા અપડેટ સામે આવી રહ્યા છે. હવે, લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે, વિકી અને કેટરીના લગ્ન બાદ ચૌથ માતાના આશીર્વાદ લેવા જાય તેવી શક્યતા છે.
ચૌથ માતાનું મંદિર સદીઓ જૂનું છે. આ વિસ્તારમાં જ્યારે પણ કોઈ શુભ કામ ખાસ કરીને લગ્નનું આયોજન થાય છે ત્યારે નવદંપતી માતાના આશીર્વાદ લેવા માટે જરૂર જાય છે. અહીંયા માતાના આશીર્વાદ લીધા વગર લગ્નની વિધિને અધૂરી માનવામાં આવે છે.
ચૌથ માતાના દર્શન કરવા એટલા સરળ નથી. ચૌથ માતાનું મંદિર ઊંચા પહાડ પર આવેલું છે, જ્યાં પહોંચવા માટે ૭૦૦ સીડી ચડવી પડે છે. માતાના આ મંદિર વિશે માન્યતા એવી છે કે, તેમના દર્શથી નવપરિણીત યુગલને અખંડ સૌભાગ્યના આશીર્વાદ મળે છે.
ચૌથ માતાને સુહાગના દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. કરવા ચૌથ અને ચતુર્થી તિથિ પર માતાના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે. મંદિરનું નિર્માણ ૧૪૫૧માં રાજા ભીમ સિંહે કરાવ્યું હતું. આ મંદિરમાં એક અખંડ દીવો પણ છે, જેના વિશે કહેવામાં આવે છે કે તે હજારો વર્ષથી પ્રજ્વલિત છે. ચૌથ માતાના મંદિરમાં ગણેશજી પર બિરાજમાન છે.
ચૌથ માતાના મંદિરથી થોડે દૂર સિક્સ સેન્સ ફોર્ટ છે, જ્યાં વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન થવાના છે. કેટરીના માટે સિક્સ સેન્સ બરવાડામાં રાણી પદ્મવાતી અને વિકી કૌશલ માટે રાજા માન સિંહ સ્વીટ બૂક કરાવ્યું છે.SSS