લગ્ન બાદ પરિવાર દ્વારા ગૌહર અને ઝૈદના ફુલોથી વધામણાં
મુંબઈ: બિગ બોસ ૭ની વિનર ગૌહર ખાન અને ઝૈદ દરબારે ૨૫મી ડિસેમ્બરે નજીકના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં ધામધૂમથી લગ્ન કર્યા. અન્ય લગ્નની જેમ આ કપલના લગ્નમાં પણ ભારે ઉત્સાહ અને ખુશીનું વાતાવરણ જાેવા મળ્યું હતું. બંનેના લગ્ન થયા ત્યારથી તેમના પ્રી-વેડિંગ ફંક્શન તેમજ લગ્નની તસવીરો-વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.
નિકાહ સેરેમની બાદ, નવદંપતીનું તેમના પરિવારજનો અને મિત્રો દ્વારા મ્યૂઝિકલ વેલકમ કરવામાં આવ્યું હતું. જેનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે, ગૌહર અને ઝૈદ જેવા અંદર પ્રવેશે છે કે તરત પરિવારના સભ્યો ફુલોથી તેમને વધાવી લે છે અને બાદમાં ‘બજરંગી ભાઈજાન’નું સોન્ગ ‘તું જાે મિલા’ સોન્ગ વાગે છે. દરેકને સોન્ગ ગાતા જાેઈને ગૌહર અને ઝૈદ પણ જાેડે ગાવા લાગે છે.
આ વીડિયો વાલીમા ફંક્શન દરમિયાનનો છે. જે મુસ્લિમ ધર્મમાં નિકાહ સેરેમની બાદ યોજવામાં આવે છે. ઝૈદએ બોલિવુડ મ્યૂઝિક કમ્પોઝર ઈસ્માઈલ દરબારનો દીકરો છે, તેથી તેમના દરેક ફંક્શન મ્યૂઝિકલ રહ્યા હતા. અગાઉ, ઈસ્માઈલ દરબારે કપલની મહેંદી સેરેમનીમાં પણ કેટલાક સોન્ગ ગાયા હતા. ગૌહર ખાન અને ઝૈદ દરબારની મુલાકાત લોકડાઉનમાં થઈ હતી અને બંને વચ્ચે પ્રેમ પાંગર્યા બાદ નિકાહ કરવાનું નક્કી કર્યું હતું.
તેમણે ૨૫મી ડિસેમ્બરે નિકાહ કર્યા હતા અને આ જ દિવસે રાતે રિસેપ્શન યોજ્યું હતું. જેના વીડિયો હજુ પણ ઈન્ટરનેટ પર ફરી રહ્યા છે. નિકાહમાં ગૌહર ખાને ઓફ-વ્હાઈટ કલરનું ટોપ અને શરારા પહેર્યા હતા. જેમાં ભારે હેન્ડવર્ક કરવામાં આવ્યું હતું. ગૌહરે આઉટફિટની સાથે હેવી કુંદન જ્વેલરી પહેરી હતી.
તો ઝૈદ દરબાર મેચિંગ કલરની શેરવાનીમાં જાેવા મળ્યો હતો. આ તસવીરો શેર કરીને કપલે લખ્યું હતું કે, ‘કુબૂલ હૈ. રિસેપ્શનમાં ગૌહર ખાને જાણીતા ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રાએ ડિઝાઈન કરેલો લહેંગો પસંદ કર્યો હતો. જે મરુન કલરનો હતો અને ગોલ્ડન બ્લાઉઝ હતો. આ સિવાય તેણે લાંબી વેલ લગાવી હતી. તો રિસેપ્શનમાં ઝૈૈદે બ્લેક કલરની શેરવાની પહેરી હતી.