Western Times News

Gujarati News

લગ્ન બાદ યુવકે, પત્ની નહી આવતા પતિએ જીવન ટૂંકાવ્યું

Files Photo

રાજકોટ: રાજકોટ શહેરની સિવિલ હૉસ્પિટલમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં રિસામણે બેઠેલી પત્ની સાથે નહીં આવતા પતિએ સસરાના ઘર સામે અગ્નિસ્નાન કરી લીધું છે. રાજકોટ શહેરના સિવિલ હૉસ્પિટલની ચોકીમાં ગંભીર રીતે દાઝી ગયેલા યુવાનને બેભાન હાલતમાં પોરબંદર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હોવાની નોંધ થવા પામી છે. બીજા એક બનાવમાં રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલા અક્ષર તીર્થ એપાર્ટમેન્ટમાં રહેતા રમેશભાઈ ભુપતભાઈ ચાવડા નામના પ્રજાપતિ યુવાને પોતાના ઘરે રૂમમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાનો બનાવ બન્યો છે.

રમેશભાઈને એક મહિના પહેલા જ લગ્ન થયા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે, અમરેલીમાં કુકાવાવ રોડ ઉપર આવેલા જકાતનાકા પાસે રહેતા કમલેશભાઈ નરોત્તમભાઈ રાઠોડ નામના ૨૮ વર્ષના યુવાને માધવપુર ખાતે પોતાના સસરાના ઘરની સામે અગ્નિસ્નાન કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. યુવાને પોતાની જાતે પેટ્રોલ છાંટી આંગ ચાંપી હતી,

જેના કારણે તે ગંભીર રીતે દાઝી જતા બેભાન હાલતમાં પોરબંદર બાદ વધુ સારવાર માટે રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલમાં આવેલ બર્ન્સ વિભાગમાં ખસેડવામાં આવ્યો છે. પ્રથમ બનાવમાં હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા કમલેશ રાઠોડના ભાઈ રાહુલ રાઠોડે જણાવ્યું હતું કે, કમલેશના લગ્ન દસ વર્ષ પૂર્વે માધવપુરની ગીતાબેન નામની યુવતી સાથે થયા હતા. થોડા સમય પૂર્વે પતિ-પત્ની વચ્ચે કોઈ કારણોસર રકઝક થઈ હતી, ત્યારબાદ ગીતાબેન પોતાના માવતર માધવપુર ખાતે ચાલ્યા ગયા હતા. પત્નીને પોતાના ઘરે પરત લાવવા માટે કમલેશ પણ સસરાના ઘરે પહોંચ્યો હતો. પરંતુ પત્નીએ પરત આવવાનો ઈન્કાર કરતા અને સાળા તેમજ સસરાએ પણ ગીતાબેનને પરત ન મોકલવાનું જણાવતા કમલેશને લાગી આવ્યું હતું. આ કારણે તેને આપઘાતનો પ્રયાસ કરવાની ફરજ પડી હતી. સમગ્ર મામલે પોલીસે બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.