લગ્ન બાદ વરુણ-નતાશા અલીબાગથી ઘરે પરત ફર્યા
મુંબઈ: વરૂણ ધવન અને નતાશા દલાલ લગ્ન પછી મુંબઈ પરત ફર્યા છે અને બંનેનો એક વિડીયો પણ સામે આવ્યો છે. લગ્ન પછી આ નવા કપલની પહેલી ઝલક સામે આવી છે. જણાવી દઈએ કે વરૂણ અને નતાશા અલીબાગમાં જ રોકાય હતા, જ્યાં રવિવાર ૨૪ જાન્યુઆરીની રાત્રે બંનેના લગ્ન થયા હતા. લગ્ન પછી પહેલીવાર નતાશા અને વરૂણ પબ્લિક વચ્ચે પતિ-પત્નીના રૂપમાં જાેવા મળી રહ્યા છે.
આ વિડીયોમાં નતાશા અને વરૂણની જાેડી ખૂબસૂરત લાગી રહી છે. બંને સ્પીડ બોટમાં સવાર જાેવા મળ્યા છે અને કેમેરામાં પોઝ આપતા પણ જાેવા મળે છે. કેટલીક તસવીરોમાં વરુણે તેની દુલ્હનનો હાથ પકડ્યો છે. જેમાં નતાશાએ સફેદ કલરનો શૂટ પહેર્યો છે જ્યારે વરુણ ધવન પિંક કલરના આઉટફિટમાં જાેવા મળી રહ્યો છે. આ સાથે વરુણે બ્લેક ગોગલ્સ પણ પહેર્યા છે.
તમને જણાવી દઈએ કે વરૂણ અને નતાશાનો પરિવાર લગ્નના બીજા જ દિવસે મુંબઈ પરત ફર્યો હતો, પરંતુ બંનેએ એક દિવસ ત્યાં રોકાવાનું નક્કી કર્યું હતું. મુંબઈ પાછા જતા પહેલાં વરૂણ ધવન અને નતાશા દલાલે સોમવાર અને મંગળવારે અલીબાગમાં સમય પસાર કરવાની યોજના બનાવી હતી. છેલ્લા કેટલાક દિવસો લગ્નના ફંક્શનને કારણે ખૂબ જ વ્યસ્ત હતા તેથી બંને એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવા માંગતા હતા.
આવતા અઠવાડિયે એટલે કે ૨ ફેબ્રુઆરીએ બોલિવૂડ અભિનેતા વરૂણ ધવન મુંબઈની ફાઈવ સ્ટાર હોટેલમાં રિસેપ્શન આપી શકે છે. આ રિસેપ્શનમાં બોલીવુડની મોટા ભાગની મોટી હસ્તીઓ હાજર રહેશે તેવી સંભાવના છે જે જેઓ લગ્નમાં ભાગ લઈ શક્યા નથી.