લગ્ન બાદ Aliaનો અનોખો પરિચય આપતો જોવા મળ્યો રણબીર કપૂર

મુંબઈ, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની માત્ર તેમના ચાહકો જ નહીં પરંતુ બંનેના પરિવાર અને મિત્રો પણ આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા.
બંનેના લગ્નને ૧૨ દિવસથી વધુ સમય થઈ ગયો છે. કોઈ ખાસ દેખાવો કર્યા વિના, બંનેએ ખૂબ જ સરળ રીતે એકબીજાનો હાથ હંમેશા માટે પકડી લીધો અને ૭ જનમ માટે એકબીજાના બની ગયા. લગ્નની તસવીરો બાદ બંનેના લગ્નનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
તેમાંથી એક વીડિયો તેમના જયમાળાનો છે, જ્યાં રણબીર જયમાળા પછી તેની પત્ની એટલે કે આલિયા ભટ્ટને તેના પરિવારની સામે પત્ની તરીકે ઇન્ટ્રોડ્યૂસ કરતો જાેવા મળે છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ૧૪ એપ્રિલે લગ્નના બંધનમાં બંધાયા હતા.
બંનેએ રણબીરના ઘર ‘વાસ્તુ’ એપાર્ટમેન્ટમાં પોતાના પરિવાર અને કેટલાક ખાસ મિત્રો સાથે આ ક્ષણને ખાસ બનાવી હતી. હવે બંનેનો જયમાળાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં રણબીર માળા પહેરાવ્યા બાદ આલિયાને કિસ કરે છે.
આ પછી તેના પરિવારના સભ્યોની સામે ખૂબ જ પ્રેમથી આલિયાનો પરિચય કરાવે છે. રણબીર કહેતો જાેવા મળે છે કે, મારી વાઇફને હાય કહો. આના પર બધા જ તેમને ચીયર કરે છે. આલિયા પણ બધાને ‘હાય’ કહેતી જાેવા મળે છે. લગ્ન બાદ રણબીર-આલિયાએ સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કરી, જેને લોકોએ ઘણો પ્રેમ આપ્યો.
https://twitter.com/sarphirimusafir/status/1514700318977712137?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1514700318977712137%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.indiatoday.in%2Fmovies%2Fcelebrities%2Fstory%2Franbir-kapoor-introduces-alia-as-wife-to-family-after-varmala-ceremony-and-she-blushes-viral-video-1942350-2022-04-27
આ વીડિયો પહેલા જયમાળાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં કેટલાક લોકો રણબીરને જયમાળા દરમિયાન તેના ખભા પર બેસાડી દે છે અને આલિયા તેને માળા પહેરાવવામાં અસમર્થ હોય છે, ત્યારબાદ તે જાેરથી કહે છે, કોઈ મુજે ભી ઉઠાઓ.
આલિયાની આ વાત સાંભળીને રણબીર પોતે ઘૂંટણ પર બેસી જાય છે અને પછી આલિયા તેને માળા પહેરાવે છે. તમને જણાવી દઈએ કે લગ્ન પછી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બંને પોતપોતાના કામ પર પાછા ફર્યા છે. આલિયા કરણ જાેહરની ફિલ્મ ‘રોકી અને રાનીકી લવસ્ટોરી’માં વ્યસ્ત છે.
આ ફિલ્મ ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ રીલિઝ થઈ રહી છે. રણબીરે પણ ફિલ્મ ‘એનિમલ’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. ફિલ્મમાં રણબીર કપૂરની સાથે અનિલ કપૂર અને બોબી દેઓલ મહત્વની ભૂમિકામાં હશે. ફિલ્મમાં અનિલ કપૂર રણબીરના પિતાના રોલમાં જાેવા મળશે.SSS