લગ્ન માટે નીકળેલી કેટરિના કૈફની ગાડી પોલીસે રોકી
મુંબઈ, કેટરિના કૈફ અને વિકી કૌશલનાં લગ્નની ચાહકો આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી આ કપલનાં લગ્નની વાતો અને તે માટેની તૈયારીઓ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. આ દરમિયાન કેટરિના કૈફનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ટ્રાફિક પોલીસ તેની કારને રોકતી જાેવા મળી રહી છે.
જાેકે, થોડીવાર બાદ ટ્રાફિક પોલીસે તેની કાર જવા દીધી હતી. આ વીડિયો વાયરલ થતાની સાથે જ લોકોએ કેટરિનાના લગ્નને લઈને ફની કોમેન્ટ્સ કરવાનું શરૂ કરી દીધું હતું. વીડિયોમાં જાેઈ શકાય છે કે કેટરીનાની સફેદ રંગની કાર રસ્તા પર ઉભી છે.
એટલામાં જ એક ટ્રાફિક પોલીસ તેમની કાર પાસે આવે છે અને ડ્રાઈવર સાથે વાત કર્યા પછી તેને કારને આગળ વધારવા માટે સંકેત આપે છે. જાેકે કાળા કાચના કારણે કેટરીના કારમાં દેખાતી નથી. આ વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે.
વીડિયો પર કોમેન્ટ કરીને યુઝર્સ કેટરિના કૈફના આ વીડિયો પર મજેદાર કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘તમારો ચહેરો બતાવો? બીજાએ કમેન્ટ કરી, વાસ્તવમાં તેને કેટરીનાને જાેવાની હતી. કોઈએ લખ્યું, કારનો કોઈ ઈન્સ્યોરન્સ નથી? તે જ સમયે, અન્ય એક યુઝરે કોમેન્ટમાં લખ્યું, લગ્ન ક્યારે છે તે પૂછવા આવ્યો હતો.
આ રીતે લોકો કેટરિનાના વિકી કૌશલ સાથેના લગ્ન વિશે ફની કોમેન્ટ કરી રહ્યા છે. આ સિવાય કેટલાક વધુ વીડિયો સામે આવ્યા છે, જેમાં કેટરીનાના ઘરની બહાર વાહનો પાર્ક થયેલા જાેવા મળે છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે કારમાં મોટી બેગ રાખવામાં આવી રહી છે. અહેવાલો અનુસાર, કેટરિના તેના પરિવાર સાથે આજે રાજસ્થાન જવા રવાના થઈ રહી છે.
નોંધનીય છે કે વિકી અને કેટરીનાના લગ્નની વિધિ ૭ થી ૧૦ ડિસેમ્બર સુધી ચાલશે. રાજસ્થાનના સવાઈ માધોપુર સ્થિત સિક્સ સેન્સ ફોર્ટમાં ૯ ડિસેમ્બરે આ કપલ સાત ફેરા લેશે તેવું સૂત્રોએ જણાવ્યું છે.SSS