લગ્ન વગર જન્મેલા બાળકના પિતાનું નામ જણાવવું જરૂરી નથી: હાઇકોર્ટ
અમદાવાદ, શું કોઈ મહિલા પર પોતાના બાળકના પિતાનું નામ બતાવવા માટે થઈને કોઈ પણ પ્રકારનું દબાણ લાવી શકાય, ગુજરાત હાઈકોર્ટે આ સવાલ ઊભો કરતા તેના વિરોધમાં પોતાનો મત રજૂ કર્યો છે. હાઈકોર્ટે કહ્યુ છે કે, કોઈ પણ મહિલા માટે ૧૮ વર્ષની ઉંમર પહેલા બાળકને જન્મ આપવો ગેરકાયદે નથી. હાઈકોર્ટે આ ટિપ્પણી દુષ્કર્મના એક મામલાની સુનાવણી કરતા કરી હતી. મામલાની સુનાવણીમાં પરેશ ઉપાધ્યાયની ખંડપીઠે સવાલ કર્યો કે, મહિલા માટે ગર્ભસ્થ શિશુના પિતાનું નામ બતાવાની મજબૂરી ક્યાં નોંધાયેલી છે.
જાે કોઈ અવિવાહિત મહિલા દુષ્કર્મની ફરિયાદ નોંધાવતી નથી, અને બાળકને જન્મ આપવા માગે છે તો તેને પિતાનું નામ જાહેર કરવા માટે મજબૂર કરી શકાય નહીં. પીઠે આ વાત સગીર સાથે દુષ્કર્મ મામલે નિચલી અદાલતે આપેલ દશ વર્ષની કઠોક કારાવાસની સજા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન આપી હતી. આ મામલો પોક્સો એક્ટનો છે.
પીડિતા જૂનાગઢ જિલ્લાની રહેવાસી છે. લગ્ન વગર દોષી સાથે રહેતી વખતે તેણે બે બાળકોને જન્મ આપ્યો. બંને બાળકોના પિતાએ પણ તેમને પોતાના કહ્યા છે. યુવતીએ કહ્યું, તેણે પોતાની મરજીથી પિતાનું ઘર છોડી દીધું અને દોષિત યુવક સાથે રહેવા લાગી. આ સમય દરમિયાન તેણે બે બાળકોને જન્મ આપ્યો. પ્રથમ બાળકને જન્મ આપ્યો જ્યારે તે સગીર હતી. હાઈકોર્ટની બેન્ચે પૂછ્યું- તે એક ગરીબ ગ્રામીણ છોકરી છે. જાે કોઈ અપરિણીત સ્ત્રી લગ્ન વગર ગર્ભવતી થાય અને તે હોસ્પિટલમાં જાય, તો શું ડોક્ટર તેને તે બાળકના પિતાનું નામ પૂછી શકે ?
ખંડપીઠે કહ્યું, એવું નથી લાગતું કે મહિલાએ તેના બાળકના પિતાના નામનો ઉલ્લેખ કરવો જરૂરી છે. સ્ત્રી માટે આવી મજબૂરી ક્યાં નોંધાય છે ? છોકરીના પહેલા બાળકનો જન્મ ૨૯ જૂન, ૨૦૧૯ ના રોજ થયો હતો, જ્યારે બીજા બાળકનો જન્મ ૨૨ જાન્યુઆરી, ૨૦૨૧ ના ??રોજ થયો હતો. ૨૪ માર્ચ, ૨૦૨૦ ના રોજ છોકરી ૧૮ વર્ષની થઈ. બીજી વખત, ૨૫ માર્ચના રોજ, તે દોષિત યુવક સાથે લગ્ન કરવાના હતા, પરંતુ કોરોના સામે રક્ષણ માટે લોકડાઉનને કારણે તે થઈ શક્યા નહીં. જ્યારે બીજું બાળક થયા પછી, છોકરીના પિતાએ પહેલા બાળકને ટાંકીને બળાત્કારનો રિપોર્ટ નોંધાવ્યો હતો. આ રિપોર્ટના આધારે યુવકને નીચલી કોર્ટે સજા ફટકારી હતી.HS