લગ્ન વિશે જે ર્નિણય લઈશું તે હું અને શમિતા સમજીને લઈશું: રાકેશ

મુંબઈ, શમિતા શેટ્ટીએ હાલમાં બિગ બોસ ૧૫ના ઘરમાં તે આ વર્ષે લગ્ન કરવા ઈચ્છતી હોવાનું કહ્યું હતું. ઘરમાં એન્ટર થતા પહેલા, શમિતા અને રાકેશ બાપટે તેમના સંબંધોને ઓફિશ્યલ કર્યા હતા. બંનેની મુલાકાત બિગ બોસ ઓટીટી દરમિયાન થઈ હતી. રાકેશ પણ બિગ બોસ ૧૫માં વાઈલ્ડ કાર્ડ તરીકે ગયો હતો પરંતુ સ્વાસ્થ્યને લગતી તકલીફ થતાં તેને બહાર થવું પડ્યું હતું. રાકેશ બાપટે શમિતા શેટ્ટી સાથેના સંબંધો વિશે વાત કરી હતી.
જ્યારે લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે ‘જ્યારે પણ કોઈ ર્નિણય લેવામાં આવશે ત્યારે તે સ્પષ્ટ મનથી અમારા બંને દ્વારા લેવામાં આવશે. હાલ અમે સાથે સમય પસાર કરીએ તે જરૂરી છે કારણ કે હું તેની સાથે સંમત છું કે અમે બંનેએ સાથે એટલો સમય પસાર કર્યો નથી. બધું સારું થાય તેવી આશા રાખીએ.
થોડા સમય પહેલા, રાખી સાવંત અને સલમાને ખાને શમિતાની મજાક ઉડાવી હતી અને તેને કરણ કુંદ્રા સાથે ચીડવી હતી. તેના પર શમિતાએ કહ્યું હતું કે ‘આવું ન કરશો. રાકેશને તે પસંદ નહીં આવે’. જ્યારે રાકેશને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે ‘આવું કંઈક થાય ત્યારે હું હસુ છું. જ્યારે બે વ્યક્તિ રિલેશનશિપમાં સુરક્ષિત હોય ત્યારે આવી બાબતો મહત્વ ધરાવતી નથી. હું ઘરને અને ત્યાં જે રીતે બધુ થાય છે તેને સમજું છું.
હું તેને મજાક તરીકે લઉ છું. આવી બાબતો મને પરેશાન કરતી નથી. બિગ બોસના ઘરમાં શમિતા પોતાને જે રીતે સંભાળી રહી છે તેના પર રાકેશને ગર્વ છે. હું હંમેશાથી કહેતો આવ્યું છું કે, શમિતા એ મજબૂત મહિલા છે. તે પારદર્શક છે. લાંબા સમય બાદ હું તેવી કોઈ વ્યક્તિને મળ્યો છું જે સ્પષ્ટ છે. તે બિગ બોસના ઘરમાં સારુ કરી રહી છે. તે અસલી છે.
અમને બંનેને જેવા છીએ તેવા દેખાવાનું પસંદ છે, તેથી જ બિગ બોસ ઓટીટી દરમિયાન અમે સાથે આવ્યા હતા. હું સમજુ છું કે, અંદર તેના માટે ઘણીવાર મુશ્કેલ બની જાય છે. હું તેની સાથે ઘરમાં હોત તો સારું રહેત. પરંતુ તે પોતાની રીતે સારી છે અને તે રીતે બધું સંભાળી રહી છે તેના પર મને ગર્વ છે.
મારા માટે તે વિજેતા છે. શું તને લાગે છે કે શોમાં તારી હાજરીથી શમિતાના વિનર બનવાના ચાન્સ વધી ગઈ હોત? તેમ પૂછતાં તેણે કહ્યું હતું કે, ‘મને લાગે છે કે, તે મારા વગર પણ ઘરમાં સારી છે. નહીં તો તે પછી જીરટ્ઠઇટ્ઠ (શમિતા અને રાકેશ) બની જાત. પરંતુ તે પોતાનું વ્યક્તિત્વ દેખાડી રહી છે.SSS