લતાના કારણે નરેશ-મહેશ કનોડિયાને ઓળખ મળી હતી

મુંબઈ, ભારતના સ્વર કોકિલા લતા મંગેશકરે જ્યારે ૬ ફેબ્રુઆરીના રોજ અંતિમ શ્વાસ લીધા ત્યારે દેશભરના લોકો શોકમગ્ન થઈ ગયા હતા. રાજનેતા, ક્રિકેટર્સથી લઈને સેલિબ્રિટી અને સામાન્ય જનતા સુધીના તમામ લોકોએ લતા મંગેશકરેના ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી.
જેમાંથી એક ગુજરાતી એક્ટર હિતુ કનોડિયા પણ છે. લતા મંગેશકરનું નિધન થયું ત્યારે તેણે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પિતા નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાની દિવંગત સિંગર સાથેની થ્રોબેક તસવીર શેર કરી હતી. જેમાં કનોડિયા બ્રધર્સ એકદમ યંગ દેખાતા હતા.
તસવીરની સાથે એક્ટરે લખ્યું હતું ‘લતાદીદી’, તેણે હાર્ટબ્રેક ઈમોજી પણ મૂક્યું હતું. મહેશ અને નરેશ કનોડિયાની લેજેન્ડ્રી સિંગર લતા મંગેશકર સાથેની કેટલીક કિંમતી યાદો વિશે જાણવા માટે હિતુ કનોડિયાનો સંપર્ક કર્યો હતો. આ સમયે તેણે જણાવ્યું હતું કે, ‘જે તસવીર મેં શેર કરી છે તે મહેશ બાપા અને પાપાએ કમ્પોઝ કરેલા અને લતા મંગેશકર સાથે રેકોર્ડ કરેલા સોન્ગ દરમિયાનની છે.
તેણે ઉમેર્યું હતું કે, મહેશ અને નરેશ કનોડિયા હંમેશાથી લતા મંગેશકરના પ્રશંસકો હતા. આ સિવાય મહેશ બાપા લતાદીદી જેવો અવાજ કાઢીને ગાઈ પણ શકતા હતા. એક મ્યૂઝિકલ ઈવેન્ટમાં લતાદીદી પહોંચી શક્યા નબોતા અન ભીડને શાંત કરવા માટે, શોના હોસ્ટ ડેવિડ ચેયુલકરે મહેશ બાપાને પડદા પાછળ રાખવાનો સાહસિક પ્રયાસ કર્યો હતો અને તેમણે લતાજીના કેટલાક ગીતો ગાયા હતા.
દર્શકોએ જેવી તાળીઓ પાડે કે, પડદો હટાવી દેવાયો હતો. સ્ટેજ પર ઉભેલા ૧૩ વર્ષના છોકરાને ગાતો જાેઈને સૌ આશ્ચર્યચકિત થયા હતા. મહેશ કનોડિયા હંમેશાથી લતા મંગેશકર અને કલ્યાણજી જ્યાં રહેતા હતાં ત્યાં રહેવા માગતા હતા આ વાતને યાદ કરતાં હિતુ કનોડિયાએ કહ્યું હતું કે, ‘મુંબઈના પેડર રોડ પર અમારુ ઘર હતું અને તે લતાદીદી અને કલ્યાણજીના ઘરની સામે હતું. હું એમ કહીશ કે લતા મંગેશકર માતા સરસ્વતી સમાન હતા અને પોતાના સોન્ગ થકી અમારા પરિવારને ફેમસ કરવામાં તેમનો મહત્વનો ફાળો હતો.
લતા મંગેશકરની વાત કરીએ તો, કોરોના વાયરસનું સંક્રમણ લાગતા જાન્યુઆરીમાં તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત લથડતા કેટલાક દિવસ સુધી વેન્ટિલેટર પર રખાયા હતા. આ દરમિયાન તેમને ન્યૂમોનિયા હોવાનું પણ નિદાન થયું હતું. જે બાદ રવિવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.SSS