લતા મંગેશકરને ICUમાં 10 થી 12 દિવસ રહેવું પડશે: તબિયત સ્થિર
મુંબઈ, ભારત રત્ન લતા મંગેશકરને પણ કોરોના થયો છે. 92 વર્ષીય ભારત રત્ન ગાયિક હાલમાં બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં છે. તેમની તબિયત અંગે ભાણેજ રચના શાહે વાત કરી હતી. રચના શાહે કહ્યું હતું કે લતા દીદીની હાલત અત્યારે સ્થિર છે અને હજી થોડા દિવસ તેઓ હોસ્પિટલમાં જ રહેશે.
રચના શાહે કહ્યું હતું કે એડવાન્સ્ડ સ્ટેજ તથા ઉંમરને જોતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. હાલમાં તેઓ ઓક્સિજન સપોર્ટ પર છે અને આગામી થોડા દિવસ હોસ્પિટલમાં જ રહેશે. લતા દીદીની તબિયત સ્થિર છે. ભગવાન ઘણા જ દયાળુ છે.
લતા દીદી એક ફાઇટર છે અને આશા છે કે તેઓ ટૂંક સમયમાં કોરોના સામે જીતીને ઘરે પરત ફરશે. તેઓ તમામ ચાહકોએ પ્રાર્થના કરી એ માટે તેમનો આભાર માને છે. તેમની સાથે આટલી દુઆઓ છે તો તેમની સાથે કંઈ જ ખોટું થઈ શકે નહીં. નોંધનીય છે કે લતા મંગેશકર બ્રીચ કેન્ડી હોસ્પિટલના D વોર્ડમાં એડમિટ છે.