લદાખને રાજ્યનો દરજ્જાે આપવા રાહુલની માગણી
નવી દિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લદ્દાખને રાજ્યનો દરજ્જાે અને સરહદી વિસ્તારોમાં સ્થાનિક લોકોને ગોચર જમીનમાં મફત પ્રવેશની સુવિધા આપવા અંગે ચર્ચાની માગણી કરતા લોકસભામાં સ્થગિત દરખાસ્તની નોટિસ આપવામાં આવી છે. રાહુલ ગાંધીએ લોકસભા મહાસચિવને આપેલી નોટિસમાં કોંગ્રેસી નેતાએ આગ્રહ કર્યો છે કે, સરહદી વિસ્તારોમાં રહેતા લોકોના ગોચરના અધિકારના મહત્વના મુદ્દાની ચર્ચા કરવામાં આવે.
રાહુલ ગાંધીએ જણાવ્યું કે, લોકો જ્યાં પરંપરાગત રીતે ઘાંસચારા માટે જાય છે ત્યાં અવરોધ વિના પ્રવેશ સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા જાેઈએ. તેમણે કહ્યું કે, હું લદ્દાખના બધા લોકોને કહેવા માગુ છું કે, તમે ગભરાશો નહીં, જે તમારુ છે તે તમને જ મળશે.
નોંધનીય છે કે, કેન્દ્રની મોદી સરકાર દ્વારા જમ્મુ અને કાશ્મીરના વિશેષ રાજ્યને રદ્દ કરવા અને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશામાં વિભાજિત કરવા માટે કાયદો પસાર કરાયા બાદ ૫ ઓગષ્ટ, ૨૦૧૯ના દિવસે લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો હતો.SSS