લદાખમાં ચીની સૈનિકો બીમાર પડવા લાગ્યા: ફિંગર 4 પરથી હૉસ્પિટલ લઈ જવાયા
નવી દિલ્હી: પૂર્વ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારત અને ચીન વચ્ચે તણાવના સમાચાર વચ્ચે હવે એવા સમાચાર સામે આવ્યા છે કે અહીં પીપલ્સ લિબરેશન આર્મી (PLA)એટલે ચીનના જવાનો બીમારી પડી રહ્યા છે. કારણ બંને દેશના સૈનિકો જે જગ્યા પર તૈનાત છે ત્યાં ખૂબ ઠંડી પડી રહી છે અને અહીં તાપમાન માઇનસ 50 ડિગ્રી સુધી પહોંચી જાય છે. આ ઘટના અંગેની જાણકારી ધરાવતા એક સૈન્ય અધિકારીએ જણાવ્યું કે ચીનની મેડિકલ ટીમે પીપલ્સ લિબરેશન આર્મીએ અમુક સૈનિકોને પેન્ગોંગ ત્સોના ઉત્તર કિનારા પર ફિંગર એરિયામાં ઊંચા મેદાનો પાસેની એક હૉસ્પિટલમાં દાખલ કર્યા છે. નામ ન જાહેર કરવાની શરતે એક અધિકારીએ જણાવ્યુ કે ચીનના સૈનિકોને હાઇ એલ્ટિટૂડ (સમુદ્રની સપાટીથી ખૂબ ઊંચાઈ પર) પરથી સ્વાસ્થ્ય સમસ્યાને કારણે ફિંગર 4 પરથી ફિંગર 6 પર હયાત હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
ફિંગર એરિયા સિરિજાપ રેન્જની બહાર આઠ ટેકરીનો એક સમૂહ છે. આ જગ્યા બંને દેશની સેના વચ્ચે ઘર્ષણમાંની એક છે. અહીં બને સેનાઓએ આગળની પોસ્ટ્સ પર લગભગ એક લાખ સૈનિક તૈનાત કર્યા છે. ચીનના સૈનિકોથી ભારતીય સૈનિકો અમુક સૌ મીટર જ દૂર છે. જે ફિંગર ફોર પર તૈનાત છે.