લદાખમાં ભારતીય જવાનોએ ચીની સૈનિકને પકડ્યો

નવી દિલ્હી/લદાખઃ ભારત-ચીનની વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ને લઈ ચાલી રહેલા વિવાદની વચ્ચે સુરક્ષા દળો (Security Forces)એ લદાખના ચુમાર-દેમચોક (Chumar Dmechok) વિસ્તારમાં એક ચીની સૈનિકને પક્ડયો છે. સુરક્ષા દળો સાથે જોડાયેલા સૂત્રએ જાણકારી આપતાં કહ્યું કે તે સંભવતઃ ભૂલથી ભારતીય સરહદમાં ઘૂસી આવ્યો છે. તેને નિયત પ્રોટોકોલ હેઠળ તમામ પ્રક્રિયા પૂરી કર્યા બાદ ચીની સેનાએ પરત સોંપી દેવામાં આવશે.
સમાચાર એજન્સી મુજબ, લદાખના ચુમાર-ડેમચોક વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા ચીની સૈનિકને પકડવામાં આવ્યો છે. તે ભૂલથી ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કરી ગયો હશે. નિયત પ્રક્રિયાનું પાલન કર્યા બાદ તેને પ્રોટોકોલ મુજબ પરત ચીની સેનાને સોંપવામાં આવશે.
સૂત્રોએ કહ્યું કે, ચીની સેનાના છઠ્ઠા મોટરરાઇઝ્ડ ઇન્ફેન્ટ્રી ડિવીઝના સિપાહી સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે કે તે જાસૂસી મિશન પર હતો કે નહીં. સૂત્રોએ કહ્યું કે તેની પાસેથી સિવિલ અને મિલિટ્રી દસ્તાવેજ મળ્યા.
સૂત્રોએ દાવો કર્યો કે ચીની સૈનિક પોતાનો યાક પાછો લેવા માટે ભારતની સરહદમાં આવી ગયો. સૂત્રોએ કહ્યું કે તે એકલો હતો અને તેની પાસે કોઈ હથિયાર નહોતું. કહેવામાં આવી રહ્યું છે કે જો તેને ભૂલથી પ્રવેશ કર્યો છે તો તેને પ્રોટોકોલ મુજબ પરત ચીનને સોંપી દેવામાં આવશે. મળતી માહિતી મુજબ આ ઘટના રવિવાર રાતની હોવાનું કહેવાય છે.