Western Times News

Gujarati News

લદાખમાં ભારત-ચીનના લશ્કરના જવાનો પાછા હટવા સહમત

નવીદિલ્હી: પૂર્વી લદ્દાખમાં ચીનની સેના પાછળ હટવા માટે તૈયાર થઇ ગઇ છે. સૂત્રોના અનુસાર ગઇકાલે મોલ્ડોમાં થયેલી ભારત અને ચીનની વાતચીત બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. બંને દેશો વચ્ચે પાછળ હટવા પર સહમતિ બની છે. બંને દેશો વચ્ચે સકારાત્મક વાતચીત થઇ ગઇ છે. ચીનની સાથે તણાવ ઓછો કરવા માટે સહમતિ બની છે.

ગઈ કાલે ચીન સીમામાં આવેલા મોલ્ડોમાં બંને દેશો વચ્ચે લેફિ્‌ટનન્ટ જનરલ સ્તરની વાતચીત થઈ હતી. સેનાના જણાવ્યા પ્રમાણે, વાતચીત સારા માહોલમાં થઈ અને તેનું પરિણામ પણ સારુ આવ્યું. પૂર્વી લદ્દાખમાં અથડામણ વાળી જગ્યાએથી બંને દેશની સેનાઓએ પાછળ હટવા માટે સહમતી બનાવી છે.આ દરમિયાન મંગળવારે આર્મી સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે લેહની મુલાકાતે છે.

એક દિવસ પહેલાં જ ભારત અને ચીન વચ્ચે મોલ્ડોમાં લેફિ્‌ટનન્ટ જનરલ લેવલની બીજી મીટિંગ થઈ છે. જનરલ નરવણે અહીં જમીન સ્તરની સીમા સુરક્ષાની માહિતી મેળવશે. તે સાથે જ સેનાની ૧૪ કોર્પ્સના ઓફિસર્સ સાથે થેયલી મીટિંગમાં શું પ્રગતિ આવી છે તે વિશે પણ ચર્ચા કરશે. આ પહેલાં તેમણે સોમવારે દિલ્હીમાં સેનાના કમાન્ડર્સ સાથે બેઠકમાં લદ્દાખ, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની સીમા વિશે પણ સંપૂર્ણ માહિતી મેળવી હતી. સેનાની કમાન્ડર મંગળવારે પ્રેસ કોન્ફરન્સ પણ કરશે. ૧૫ જૂનની રાતે હિંસક ઝપાઝપી પછી સોમવારે ભારત-ચીન વચ્ચે મોલ્ડોમાં લેફિ્‌ટનન્ટ જનરલ લેવલની બીજી મીટિંગ થઈ હતી.

ભારત તરફથી ૧૪મી કોરના કમાન્ડર લેફિ્‌ટનન્ટ જનરલ હરિંદર સિંહે ભાગ લીધો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતે આ બેઠકમાં પૂર્વી લદ્દાખના પૈંગોંગ ત્સો વિસ્તારમાં ચીની સૈનિકોને હટાવવાની માંગણી કરી હતી. ભારતીય ઓફિસરોએ ગલવાનમાં થયેલી હિંસક ઝપાઝપી વિશે નારાજગી વ્યક્ત કરી છે. ઝપાઝપીને ચીનનું કાવતરું અને ક્રૂરતા ગણાવવામાં આવી છે. ભારતની માંગ છે કે, ચીન લદ્દાખમાં તેમના સૈનિકોની પોઝિશન એપ્રિલ પ્રમાણે કરે.ચીનની સેનાએ પહેલીવાર માન્યું કે, ૧૫ જૂને ગલવાનમાં થયેલી હિંસક ઝપાઝપીમાં તેમના કમાન્ડર ઓફિસર સહિત ૨ સૈનિકોના મોત થયા છે. જોકે રિપોટ્‌ર્સમાં પહેલાં ચીનના ૪૦થી વધુ સૈનિકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

ગલવાનમાં ચીની સૈનિકોએ ભારતીય સેના પર કાંટાળા તારથી હુમલો કર્યો હતો. જેમાં ૨૦ જવાન શહીદ થયા હતા.સૂત્રોએ જણાવ્યું કે વાતચીતમાં પૂર્વ લદ્દાખથી સૈનિકોને હટાવવા માટેની રીતોને અંતિમ આકાર આપવા પર ધ્યાન આપવામાં આવ્યું. વાતચીત દરમિયાન ભારત તરફથી સ્પષ્ટ કહી દેવામાં આવ્યું કે એલએસીમાં જેવી સ્થિતિ ૫ મે પહેલા હતી તેવી જ હોવી જોઇએ. એટલે કે ભારત તરફથી સ્પષ્ટ શબ્દોમાં કહી દેવામાં આવ્યું કે ચીન પોતાની સરહદમાં પાછું ફરે. બંને પક્ષોની વચ્ચે એ જ જગ્યાએ ૬ જૂનનાં લેફ્‌ટનન્ટ સ્તરની પહેલા સ્તરની વાતચીત થઈ હતી, ત્યારબાદ બંને દેશોએ આ અવરોધ દૂર કરવા માટે એક સમજૂતીને અંતિમ રૂપ આપ્યું હતુ.

જો કે ૧૫ જૂનનાં થયેલી હિંસક અથડામણ બાદ સરહદ પર સ્થિતિ બગડી ગઈ, કેમકે બંને પક્ષોએ ૩,૫૦૦ કિલોમીટરની વાસ્તવિક સરહદની પાસે મોટાભાગનાં ક્ષેત્રોમાં પોતાની સૈન્ય તૈનાતી ઘણી ઝડપી કરી દીધી. પૂર્વી લદ્દાખની ગાલવાન ખીણમાં ૧૫ જૂનની રાત્રે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ૨૦ ભારતીય સૈનિકો માર્યા ગયા હતા. જોકે તે દરમિયાન ચીનના સૈનિકો પણ માર્યા ગયા હોવાના સમાચાર મળ્યા હતા, પરંતુ વિદેશ મંત્રાલય તરફથી આ અંગે કોઈ પુષ્ટિ મળી નથી. આ અથડામણના એક અઠવાડિયા પછી, ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે સ્વીકાર્યું કે ગાલવાન ખીણમાં હિંસક અથડામણ દરમિયાન પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) ના જવાનો પણ માર્યા ગયા હતા.

ચીનના સરકાર સંચાલિત મીડિયા ગ્લોબલ ટાઇમ્સે ગેલવાન વેલી પર અનેક ટ્‌વીટ્‌સ કર્યા. ચીની મીડિયાએ પીએલએના સૈનિકના મોતની વાત સ્વીકારીને કહ્યું હતું કે જો ચીને આ નંબર બહાર પાડ્‌યો તો ભારત સરકાર ફરીથી દબાણમાં આવશે. ચીને આરોપ લગાવ્યો છે કે ભારતીય અધિકારીઓ ખોટી માહિતી આપી રહ્યા છે, તેમનો દાવો છે કે ચીને ગેલ્વાન વેલી સંઘર્ષમાં ભારત કરતા વધુ સૈનિકો ગુમાવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.