લદાખમાં સ્થિતિ સામાન્ય થતા અનેક મહિના થઇ શકે
નવી દિલ્હી: ભારત – ચીન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી તંગદિલી ચાલી રહી છે. ૧૫ જૂને બંને દેશોની સેના વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં ભારતના ૨૦ સૈનિકો શહીદ થયા હતા. તે પછીથી, બંને દેશો વચ્ચે તણાવ ઘટાડવા અને એલએસી પર સૈન્ય ઘટાડવા માટે સતત મંત્રણા ચાલુ છે.
તેને ધ્યાનમાં રાખીને સોમવારે બંને દેશો વચ્ચે કોર્પ્સ કમાન્ડર કક્ષાની બેઠક મળી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, ચીની સૈન્ય ૧૧ કલાકની બેઠક પછી એલએસી પર તેની હાજરી ઘટાડી શકે છે, જો કે તે તબક્કાવાર રીતે કરવામાં આવશે અને લદ્દાખની સ્થિતિ સામાન્ય થવામાં મહિનાઓ લાગી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડિસએન્ગેજમેન્ટ પ્રક્રિયા દરમિયાન, સૈન્યની હાજરી ઓછી થાય છે,
શસ્ત્રો અને દારૂગોળો ઓછો થાય છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બંને દેશો વચ્ચે અનેક તબક્કાની બેઠકો થશે, ત્યારબાદ ડિસએન્ગેજમેન્ટની પ્રક્રિયા આગળ ધપશે. સૈન્ય વતી કહેવામાં આવ્યું છે કે ડિસએન્ગેજમેન્ટ અંગે પરસ્પર સમજૂતી થઈ છે, તેની ઔપચારિકતાઓ પર વાટાઘાટોનો દોર આગળ વધારવામાં આવશે. પૂર્વી લદ્દાખની ગલવાન ખીણમાં ૧૫ જૂનની રાત્રે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ૨૦ ભારતીય સૈનિકો માર્યા ગયા હતા.