લદાખ વિસ્તારમાં ચીનના મુશ્કેલી ઉભી કરનારા પગલાં પડકારરૂપ : અમેરિકન વિદેશ મંત્રાલય

Files Photo
નવીદિલ્હી: વિદેશમંત્રી એસ. જયશંકર અત્યારે અમેરિકાની યાત્રા પર છે. વોશિંગ્ટનમાં અમેરિકાના વિદેશમંત્રી સાથેની બેઠક બાદ નિષ્કર્ષ આવ્યો છે કે અમેરિકા અત્યારે લદાખ વિસ્તારમાં ચીનની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે અને ભારત અને અમેરિકા આ મુદ્દાના ઉકેલ માટે એક જ દિશામાં વિચારી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં નવી સરકાર રચાયા બાદ ભારત તરફથી સત્તાવારા પ્રવાસ પર જનારા એસ. જયશંકર સૌપ્રથમ કેબિનેટમંત્રી છે. એસ. જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિન્કન સાથે વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરી હતી.આ બેઠક બાદ અમેરિકાના વિદેશ મંત્રાલયના દક્ષિણ અને મધ્ય એશિયાન બાબતોના ઉપસચિવ ડીન થોમ્પસને કહ્યું હતું કે ભારત-ચીન સરહદ પર ચીનની ગતિવિધિઓ અંગે આજની બેઠકમાં ચર્ચા થઇ છે. જાે કે આ બેઠક વિશે વધુ માહિતી તેઓ જાહેર કરી શકે તેમ નથી પરંતુ હાલની પરિસ્થિતિ પર અમેરિકા અત્યારે સંપૂર્ણ રીતે નજર રાખી રહ્યું છે.
થોમ્પસને કહ્યું છે કે અમે આશા રાખીએ છીએ કે શાંતિપૂર્વક રીતે આ વિવાદનો ઉકેલ લાવાવમા આવે. આ વિસ્તારમાં ચીનના મુશ્કેલી ઉભી કરનારાં પગલાંઓ ભારત અને અમેરિકા બન્ને માટે પડકારસમાન છે અને તેન ઉકેલ માટે બન્ને દેશો એક દિશામં વિચારી રહ્યા છે.આ ઉપરાંત એસ. જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી લૉયડ ઓસ્ટિન સાથે પણ બેઠક કરી હતી અને પ્રશાંત મહાસાગરમાં ચીનના પગલાંઓના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ વિશે ચર્ચા કરી હતી.
દરમિયાન ચીન સાથે સંઘર્ષ શરૂ થયાને એક વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં બંને વચ્ચે હજી શાંતિ જાેજનો દૂર છે. એક તરફ ચીને સ્પષ્ટતા કરી છે કે તે ગોગરાથી પોતાના દળો પાછા નહિ ખેંચે અને ભારતે આ સંઘર્ષમાંથી તેને જે મળ્યું છે તેનાથી સંતોષ માનવો જાેઈએ.બીજી તરફ શુક્રવારે આર્મી ચીફ એમ.એમ. નરવણેએ પૂર્વીય લડાખની મુલાકાત લઈને ભારતીય દળોની તૈયારીની સમીક્ષા કરતા ચીનને સાફ શબ્દોમાં સંદેશ આપ્યો છે કે પૂર્વીય લડાખમાં અગાઉની પરિસ્થિતિ બહાલ ન થાય ત્યાં સુધી ભારત પોતાના દળો પાછા નહિ ખેંચે અને ભારત કોઈપણ ગંભીર પરિસ્થિતિ માટે તૈયાર છે. જાે કે જનરલ નરવણેએ એવી પણ સ્પષ્ટતા કરી હતી કે ભારત મકક્મપણ વર્તી રહ્યું હોવા છતાં તે ઉશ્કેરણીજનક પગલા નહિ ભરે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ૫મી મેના રોજ પેંગોંગ લેક ખાતે થયેલા સંઘર્ષમાં છેલ્લા ૪૫ વર્ષમાં બંને દેશો વચ્ચે સૌથી મોટી ખુવારી થઈ હતી. ત્યાર બાદ બંને દેશો વચ્ચે શાંતિ માટે અનેકવાર મંત્રણા થઈ હતી પણ અમુક વિસ્તારોમાં સ્થિતિ યથાવત રહી હોવાના અહેવાલ છે.
આર્મી ચીફના જણાવ્યા મુજબ ભારતે હજી પણ ઊંચા શિખરો પર મહત્વના સ્થળો પર કબજાે જમાવી રાખ્યો છે અને તમામ સ્થળે પૂર્વવત સ્થિતિ બહાલ નહિ થાય ત્યાં સુધી ભારતના દળો પાછા ફરવાના નથી.આર્મી ચીફે એમ પણ જણાવ્યું હતું કે હોટ સ્પ્રિન્ગ્સ, ગોગરા અને ડેપસાન્ગ વિસ્તારમાં ક્યારે અગાઉની સ્થિતિ નિર્માણ થશે તેના વિશે કોઈ ચોક્કસ સમય આપી શકાય નહિ.
જાે કે બંને દેશો શાંતિ મંત્રણા આગળ વધારવા મક્કમ છે. જનરલ નરવણેએ હાલમાં ભારત ચીન વચ્ચે મે મહિનામાં ફરી ગલવાન ક્ષેત્રમાં સંઘર્ષ થયો હોવાના અહેવાલને ફગાવી દીધા હતા. તેમણે જણાવ્યું કે બંને દેશો વચ્ચે ગલવાન ક્ષેત્રમાં ફરી કોઈ નવો સંઘર્ષ નથી થયો. જનરલે તો ત્યાં સુધી કહ્યું કે કેટલાક પરિબળો ભારત-ચીન વચ્ચે શાંતિ સ્થપાય તેવું ઈચ્છતા ન હોવાથી આવી અફવાઓ ફેલાવી રહ્યા છે.
એવા જ એક અન્ય અહેવાલ મુજબ ચીને ભુતાન, લડાખ અને અરૂણાચલ પ્રદેશની સરહદે માળખાકીય વિકાસ ચાલુ રાખ્યો છે અને પોતાના દળો ટૂંકી મુદતમાં સરહદે પહોંચી શકે એવી વ્યવસ્થા કરી છે. એટલું જ નહિ પણ તેણે હળવી ટેન્કો, એર ડિફેન્સ સીસ્ટમ અને આર્ટિલરી યુનિટ પણ સરહદ નજીક તૈનાત કર્યા છે. અહીં તેને લશ્કરી કવાયત પણ કરી છે.
ઉપરાંત ચીને બ્રહ્મપુત્ર ખાઈમાં અરૂણાચલ પ્રદેશની લગોલગ મહત્વનો હાઈવે પણ બનાવી લીધો છે. આંતરરાષ્ટ્રીય અહેવાલો મુજબ ચીન કદી પણ એકવાર કબજે કરેલી જગ્યા ખાલી કરતું નથી અને તે પોતાના દળો પાછા ખેંચે તે વાત પર વિશ્વાસ મુકી શકાય નહિ. ભારતના ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ બિપીન રાવતે પણ જણાવ્યું છે કે ભારતે તમામ પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડશે.