લદ્દાખની ધરા ધ્રૂજી, ૪.૦ની તીવ્રતાના ભૂકંપના આંચકા
શ્રીનગર, કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૦ માપવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કારગીલથી ૧૬૯ કિલોમીટર ઉત્તરમાં લદ્દાખમાં લગભગ ૨.૫૩ કલાકે આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યુ કે, ભૂકંપના કારણે હજુ સુધી કોઈ પણ પ્રકારના જાન-માલના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.
લદ્દાખ પહેલા આ અઠવાડિયાની શરૂઆતમાં મણિપુરના ચુરાચંદપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જ્યાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૩ માપવામાં આવી હતી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર સવારે લગભગ ૭.૫૨ વાગ્યે ભૂકંપના આંચકાથી ધરતી ધ્રૂજી ઉઠી હતી.
જાે કે, આ ભૂકંપમાં કોઈ જાન-માલના નુકસાનના અહેવાલ નથી. નેશનલ સેન્ટરે જણાવ્યુ હતુ કે, મિઝોરમના નાગોપાથી ૪૬ કિમી પૂર્વ-ઉત્તર પૂર્વમાં ચુરાચંદપુરમાં આંચકા અનુભવાયા હતા.તે જ દિવસે અરુણાચલ પ્રદેશના ઉત્તર-પશ્ચિમમાં આવેલા બસરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૯ માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સવારે ૪ઃ૩૦ વાગ્યે આંચકા અનુભવાયા હતા.HS