લદ્દાખમાં ૫.૪ની તીવ્રતાનો ભૂકંપના આંચકો અનુભવાયો
નવીદિલ્હી, લદ્દાખમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ગઇકાલે સાંજે લેહ લદ્દાખમાં ૫.૪ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો રાષ્ટ્રીય સિસ્મોલોજિકલ સેન્ટર દ્વારા માહિતી આપવામાં આવી છે કે ગઇકાલે કેન્દ્ર શાસિત લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં ભૂકંપને કારણે કોઇ જાન માલના નુકસાનના સમાચાર નથી.
એ યાદ રહે કે ત્રણ દિવસ પહેલા જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં મંગળવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં રિકટર સ્કેલ પર ધરતીકંપનું પ્રમાણ ૩.૬ મપાયુ હતું આજ મહિનામાં ૮ સપ્ટેમ્બરના રોજ લદ્દાખના કારગિલમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં તેની તીવ્રતા ૪.૪ હતી છેલ્લા કેટલાક દિવસોમાં દેશમાં અવારનવાર ભૂકંપના આંચકો આવ્યા છે તાજેતરમાં લેહ લદ્દાખ કાશ્મીર અને કારગિલમાં ધણા ભૂકંપ આવી ચુકયા છે.જાે કે કોઇ જાનહાનીના અહેવાલો મળ્યા ન હતી.
પૃથ્વીની અંદર પ્લોટોની ટકકર થાય ત્યારે ભૂકંપ આવે છે પૃથ્વીની અંદર ૭ પ્લેટો છે જે સતત ફરતી રહે છે જયારે આ પ્લેટો કોઇ જગ્યાએ ટકરાઇ જાય છે જેના કારણે ફોસ્ટ લાઇન ઝોન બને છે અને સપાટીના ખુણા ફેરવાય છે સપાટીના વળાંકને કારણે દબાણ હોય છે અને પ્લેટો તુટી જાય છે આ પ્લેટોના ભંગાણ સાથે અંદરની ઉર્જા બહાર આવવાનો રસ્તો શોધી કાઢે છે જેના કારણે પૃથ્વી હલે છે અને આપણે તેને ભૂકંપ તરીકે માનીએ છીએ.HS