લમ્પી નામના રોગને લીધે ૮૦ થી ૯૦ જેટલી ગાયોના મોત
જામનગર , લમ્પી નામના રોગને લીધે ૮૦ થી ૯૦ જેટલી ગાયોના મોત નિપજતા કોર્પોરેટર રચના નંદાણીયાએ ગાયોને રસીકરણ કરાવવા અંગે રજૂઆત કરી હતી.
દેશમાં લમ્પી નામનો રોગ ઘણા સમયથી ચાલી રહ્યો હોય અને ઘણા બધા શહેરોમાં ઘણી બધી ગાયો મૃત્યુ પામલે હોય અને જામનગરમાં પણ લમ્પી નામનો રોગનો પહેલો કેશ ૨ મે ના રોજ આવેલ અને ત્યારબાદ અત્યાર સુધીમાં આ રોગ ઘણો ફેલાયો છે. તેના લીધે ૮૦ થી ૯૦ ગાયો આ રોગના કારણે મૃત્યુ પામેલ છે અને હજી પણ તેનો ફેલાવો ચાલુ છે.
આ બિનવારસુ પશુઓમાં આ રોગ વિશેની રસીકરણ કરવા અને ગાયો પકડવા અને ડોકટરો દ્વારા તેમનું રસીકરણ કરવામાં આવશે. સોલીડ વેસ્ટ શાખાના અધિકારીને જાણ કરી સાંજના દરરોજ ગાયોને પકડીને આપવામાં આવે છે.
જેથી જીલ્લા પંચાયતના ડોકટરો દ્વારા રસીકરણ કરી વોટર કલર કરવામાં આવશે અને આ રોગનો ફેલાવો અટકાય તે અંગે કોર્પોરેટર રચના નંદાણીયાએ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને આવેદન પાઠવી રજૂઆત કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારની મુખ્ય કચેરી ખાંધીનગર ખાતે પણ આ અંગેના કેટલાક સેમ્પલ મોકલી આપવામાં આવ્યા છે. જે અંગે ર્નિણય લેવાઇ રહ્યા છે.
ગુજરાત સરકારની લેબોરેટરી તરફતી જાે કે હજી સુધી કોઇ જવાબ કે પરિણામ આવ્યું નથી. જેથી આ અંગે પણ તંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે, કોઇ પરિણામ આવી જાય તો પશુઓનાં રોગ અંગેનું ચોક્કસ કારણ ખબર પડે અને તેઓ આ અંગેની રસીકરણ સહિતની કામગીરી આગળ વધારી શકે.ss3kp