લર્નિગ લાઈસન્સ માટે મોબાઈલ એપ દ્વારા પરીક્ષા આપી શકાય તેવું ફોર્મેટ તૈયાર

બહુ ટૂંકાગાળામાં આરટીઓની તમામ કામગીરી ઓનલાઈન થઈ જશે
અમદાવાદ, રાજ્યભરની આરટીઓમાં થોડી ઘણી બાકી રહી ગયેલી કામગીરીને લઈને વાહનમાલિકોએ આરટીઓ સુધી ધક્કો ખાવાની જરૂર પડે છે, પરંતુ હવે એ દિવસો પણ દૂર નથી કે વાહનમાલિકોએ આરટીઓ સુધી જવાની જૃરૂર પડે.
બહુ ટૂંકા ગાળામાં ઘેર બેઠા આરટીઓને લગતી તમામ કામગીરી ઓનલાઈન થવાની દિશામાં પ્રગતિ કરી રહી છે. જેમાં અત્યંત મહત્ત્વની સુવિધા એ મળશે કે લર્નિગ લાઈસન્સ માટે પણ રાજ્યની કોઈપણ આરટીઓમાં વાહનચાલકે જવાની જરૂર નહીં પડે, કારણ કે લર્નિગ લાઈસન્સ માટે મોબાઈલ એપ દ્વારા પરીક્ષા આપી શકાય તેવું ફોર્મેટ તૈયાર થઈ ચૂક્યું છે. ટૂંક સમયમાં તેનું પણ અમલીકરણ હાથ ધરાશે. આ માટે તંત્રએ કવાયત શરૂ કરી છે.
અત્યારે લાઈસન્સ રિન્યુઅલ સહિતનાં ૧૮ કામ ઓનલાઈન અમલી થઈ ગયાં છે. ટૂંક સમયમાં જ બાકીની બધી જ કામગીરી ઓનલાઈન થઈ જશે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર આરટીઓની તમામ કામગીરી ઓનલાઈન કરવાની પ્રક્રિયા છ મહિના જેટલા સમયગાળા દરમિયાન પૂરી કરી દેવાશે.
કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યના ટ્રાન્સપોર્ટસ અને પરિવહન વિભાગને આરટીઓને લગતી તમામ કામગીરી કેવી રીતે ઓનલાઈન કરવી તેનો રોડમેપ મોકલવામાં આવ્યો છે. સરકાર દ્વારા તબક્કાવાર તેનું અમલીકરણ થઈ રહ્યું છે. પાકાં લાઈસન્સ માટે તાજેતરમાં જ ખાનગી સંસ્થાઓને ટ્રેક આપવા માટેની જાેગવાઈ કરવામાં આવી છે.
જાે ટૂંક સમયમા કાર્યરત થઈ જશે, છતાં પણ હજુ જૂનાં વાહનના નામફેર સહિતની પાંચ મુખ્ય કામગીરી માટે લોકોને આરટીઓ સુધી ધક્કો ખાવાની જરૂર પડે છે. આ તમામ કામગીરી છ માસ સુધીના ટૂંકા ગાળામાં ઓનલાઈન કરી દેવાશે. જાેકે કોમર્શિયલ એક્ટિવિટીમાં વાહનોની ફિટનેસની ચકાસણી માટે વાહનમાલિકે આરટીઓ જવું પડશે.
આરટીઓ ખાતે એચએસઆરપી નંબર પ્લેટ માટે પણ હવે ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ ફરજિયાત થઈ ચૂકી છે. હવેથી ઓનલાઈન પૈસા ભરેલી રસીદ અથવા એન્ટ્રી કાઉન્ટર ઉપર બતાવવાથી એચએસઆરપી નંબર પ્લેટ નાખી આપવામાં આવશે.
અત્યારે આરટીઓમાં જૂનું વાહન ટ્રાન્સફર કરવા, ઈન્ટરનેશનલ લાઈસન્સ કઢાવવા માટે, એડ્રેસ સાથે વાહન ટ્રાન્સફર કરાવવા માટે, બેકલોગ માટે અને ટેસ્ટ ટ્રેક માટે રૂબરૂ જવું પડે છે. હવે નવું વાહન ખરીદનારને જે તે ડીલર ઓફિસથી જ તેના આધારકાર્ડનો નંબર નાંખતા બાયોમેટ્રિકમાં ફિંગર પ્રિન્ટ મેચ કરી વાહન આપવાની અને રજિસ્ટ્રેશનની જવાબદારી ડીલરોને ટૂંક સમયમાં સોંપી દેવામાં આવશે.
આ સિસ્ટમનો અમલ થવાની સાથે જ વાહન વેચવાની અને રજિસ્ટ્રેશન કરવાની તમામ જવાબદારી ડીલરો ઉપર આવી જશે. વાહન ખરીદનાર કોઈ ગુનો કરે અથવા ખોટું થાય તો તે માટે પણ ડીલર જવાબદાર કરે તેવી શક્યતા રહે છે.
લર્નિગ લાઈસન્સ કઢાવવા માટે પહેલાં આરટીઓ અરજદારોથી ભરચક રહેતી હતી.
હવે લર્નિગ લાઈસન્સની કામગીરી વિભાજિત કરી દેવાતાં અને આ કામગીરી આરટીઓને સોંપી દેવાતાં આરટીઓનાં કામનાં ભારણમાં મોટો ઘટાડો થયો છે. આમ ધીરે ધીરે મોટાભાગની સેવાઓ ઓનલાઈન થઈ જતાં કામનું ભારણ ઘટ્યું છે. હવે બાકી રહેલી ગણીગાંઠી કામગીરી પણ ઓનલાીન થવાને કારણે ભવિષ્યમાં અરજદારોને આરટીઓનો દરવાજાે જાેવાની નોબત નહીં આવે.