Western Times News

Gujarati News

દહેગામના લવાડ ખાતે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનું રાષ્ટ્રાર્પણ અને પ્રથમ પદવીદાન સમારોહ

અમદાવાદ,  ગુજરાતમાં વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે સવારે ગાંધીનગર રાજભવનથી દહેગામ જવા રવાના થયેલ. ત્‍યાંથી લવાડ ગામમાં આવેલ રક્ષાશકિત યુનિવર્સિટી સુધી રોડ શો યોજાયેલ છે.

યુનિવર્સિટીમાં પદવીદાન સમારંભ છે. ત્‍યાંથી બપોર વચ્‍ચે પરત આવી રાજભવનમાં મુકામ કરશે. સાંજે અમદાવાદ ખેલ મહાકુંભમાં હાજરી આપશે. આજે સરકારની નવી રમતગમત નીતિ જાહેર થવાના નિર્દેષ છે.

વડાપ્રધાન મોદી પ્રવાસના બીજા દિવસે આજે ૧૨ માર્ચે ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. જે મુજબ રાષ્‍ટ્રીય રક્ષા યુનિવર્સિટીના નવા સંકુલનું લોકાર્પણ કરી અહીં પદવીદાન સમારોહમાં મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત છે. ત્‍યારબાદ તેઓ બપોરે ૧ કલાકે રાજભવન પરત ફરશે.

આ ઉપરાંત વડાપ્રધાન સાંજે ૬ કલાકે રાજભવનથી નીકળીને અમદાવાદ નવરંગપુરા ખાતે આવેલા સરદાર પટેલ સ્‍ટેડિયમમાં ખેલ મહાકુંભનો શુભારંભ કરાવશે.

સરદાર પટેલ સ્‍ટેડિયમમાં ૧૧૦૦ કલાકારો સાથે ભવ્‍ય લાઇટીંગનો કાર્યક્રમ થશે. માત્ર ખેલાડીઓ જ નહીં સ્‍પોર્ટસ સાથે સંકળાયેલા લોકો પણ તેમાં હાજર રહેશે. ખેલ મહાકુંભ રાજ્‍યમાં ૫૦૦થી વધુ જગ્‍યાએ યોજાશે. ૪૬ લાખથી વધુ લોકોએ ખેલ મહાકુંભમાં રજીસ્‍ટ્રેશન કર્યું છે. વડાપ્રધાનની મુલાકાતના તમામ સ્‍થળોએ ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવાયો છે.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી આજથી બે દિવસના મિશન ગુજરાત અંતર્ગત અનેકવિધ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહ્યા હતા. ગઇકાલ એરપોર્ટથી ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ સુધીનો રોડ શો અને મહાસંમેલન બાદ વડાપ્રધાન મોદી આજે રાષ્‍ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.