‘લવારી’ ફિલ્મના એકટરે અભિનેત્રી પત્ની પાસે રૂ.રપ લાખનું દહેજ માગ્યું

પ્રાઈવેટ ફોટા વાઈરલ કરવાની ધમકી આપ્યાની ફરીયાદ
અમદાવાદ, લવારી સહીત અનેક ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચુકેલા એકટર સંજીત ધુરીએ પોતાની પત્ની અને અભિનેત્રી એૈર્શ્વર્યા ઉર્ફે લક્ષ્મી દુસાને પાસે રપ લાખ દહેજ માગતા તેમજ પ્રાઈવેટ ફોટા વાયરલ કરવાની ધમકી આપી હોવાનીએક ફરીયાદ પશ્ચિમ મહીલા પોલીસ મથકે નોધાઈ છે.
મુંબઈના વસઈમાં રહેતા અને ગુજરાતી ફિલ્મ લવારીમાં કામ કરી ચુકેલા એકટર સંજીત ધુરી અને તે જ ફિલ્મમાં કામ કરતી અમદાવાદની લક્ષ્મી ઉર્ફે એશ્વર્યા દુસાને સાથે વર્ષ ર૦૧૭માં પ્રેમલગ્ન કર્યા હતા. એકટરના પિતાએ લગ્ન સ્વીકાર્યા ન હતા. તેથી બંને દંપતી અલગ રહેતા હતા. થોડા સમય બાદ એકટરના પિતા સુનીલધુરીએ બંનેને પરીવાર સાથે રહેવા માટે રૂ.રપ લાખની માંગણી કરી હતી.
તે બાદ બંનેએ લગ્ન કરી એકટરના ઘરે રહેવા માટે ગયા હતા. લગ્ન કર્યાના ૧૦ દિવસ બાદ પતી સંજીત, સાસુ ગીતાબેન, સસરા સુનીલભાઈએ એશ્વર્યાએ કહેલ કે તું અમને ગમતી નથી અને તું મારા દિકરાને લાયક નથી અને હું મારા દીકરાને લાયક નથી તારા કરતા બીજી સારી છોકરી મારા દિકરાને મળી જશે તેમ કહી અવારનવાર મહેણાટોણા મારતા હતા.
તે બાદ પતિ સંજીતે પત્ની એૈર્શ્વર્યા ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરવાનું બંધ કરાવી પતીએ તેને મારમારી પિયરમાંથી જતા રહેવાનાં કહેતા ઐશ્વર્યા અમદાવાદ ખાતે આવીને રહેવા લાગી હતી. એક તબકકે ઐશ્વર્યા પતીનો સંપર્ક કરી સાથે રહેવા માટે કહેતા સંજીતે કેપ્ટ તરીકે રહેવું હોય તો રહે નહી તો તારા પ્રાઈવેટ ફોટા બજારમાં વાયરલ કરી દે તેવી ધમકી આપતા ઐશ્વર્યા અમદાવાદ પાછી આવી ગઈ હતી. તે બાદ તેણે મહીલા પોલીસ મથકે અરજીઆપી હતી. મંગળવારે પશ્ચિમ મહીલા પોલીસ મથકે પતી સહિત સાસરીયા વિરૂધ્ધ ફરીયાદ નોધાવી હતી.