લવ જેહાદીઓને યોગીની ચેતવણી: સુધરી જાઓ નહીં તો રામ નામ સત્યની યાત્રા નીકળશે
લખનૌ, ઉત્તર પ્રદેશની યોગી સરકારે લવ જેહાદ પર લગામ કસવા કમર કસી રહીં છે. શનિવારના રોજ દેવરિયામાં રેલીને સંબોધતા તેની જાહેરાત કરી હતી.
અલ્હાબાદ હાઇકોર્ટના ચુકાદાને ટાંકીને તેમણે કહ્યું કે લગ્ન માટે ધર્મ પરિવર્તન માન્ય નથી. લવ જેહાદ પર લગામ કસવા અમે કાયદો બનાવીશું. હું તે લોકોને ચેતવણી આપું છે જો ઓળખ છુપાવી અમારી બેન દિકરીઓની ઇજ્જત સાથે રમત રમી રહ્યાં છે. જો તમે સુધરશો નહીં તો તમારા રામ નામ સત્યની યાત્રા નીકળશે.
શુક્રવારના રોજ અલ્હાબાદ હાઇકોર્ટે માત્ર લગ્ન માટે ધર્મ પરિવર્તન ગેરમાન્ય ઠેરાવતો ચુકાદો આપ્યો હતો. કોર્ટે અલગ-અલગ ધર્મમાંથી આવતા કપલની અરજી રદ કરી નાખી હતી. અરજદારમાંથી એક મુસલમાન જ્યારે બીજો હિન્દુ છે. યુવતિએ 29 જૂન 2020ના રોજ હિન્દુ ધર્મનો અંગીકાર કર્યો અને એક મહિના બાગ 31 જુલાઇના રોજ લગ્ન કરી લીધા હતા. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે રેકોર્ડ પરથી સ્પષ્ટ થાય છે અરજદારે માત્ર લગ્ન માટે ધર્મપરિવર્તન કર્યો છે.
ઉલ્લેખનીય છે કે યોગી દેવરિયામાં બીજેપીના ઉમેદવાર ડોક્ટર સત્ય પ્રકાશ મણિ ત્રિપાઠી માટે રેલીને સંબોધિત કરી હતી. દેવરિયા સદર વિધાનસભા માટે પેટા ચૂંટણી યોજાવાની છે. પોતાના સંબોધનમાં તેમણે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવને આડે હાથ લેતા કહ્યું કે સરકાર આરોપીઓની સામે કાર્યવાહી કરે છે તો સપા અધ્યક્ષના પેટમાં ચુક આવે છે. સપા રમખાણ કરાવા માગે છે પરંતુ તેમના આ મનસુબાને પાર પાડવા નહીં દે.