લવ જેહાદ અને લૈંડ જિહાદની વિરૂધ્ધ ભાજપ કાનુન લાવશે : અમિત શાહ
નવીદિલ્હી: પાંચ રાજયોમાં યોજાનાર વિધાનસભા ચુંટણી માટે ચુંટણી પ્રચાર જાેરો પર છે તમામ રાજનીતિક પાર્ટીના નેતા એક બીજા પર ભારે પ્રહારો કરી રહ્યાં છે. ત્યારે આસામમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના નેતા અમિત શાહે કહ્યું કે આસામમાં દરેક પાંચ વર્ષમાં લગભગ સાત ટકા ભૂમિ નદીઓ વહી જાય છે તેના સરક્ષણ માટે બ્રહ્મપુત્રની આસપાસ મોટા મોટા તળાવો બનાવવામાં આવશે કોંગ્રેસ પાર્ટી સમગ્ર દેશમાં વિખેરાઇ ગઇ છે. તેની પાસે ભાઇ બેનના પર્યટન ઉપરાંત કોઇ એજન્ડા નથી કોંગ્રેસ આસામનો વિકાસ કરી શકે તેમ નથી આસામનો વિકાસ મોદીજીના નેતૃત્વમાં ભાજપ જ કરી શકે છે.
તેમણે કહ્યું કે ભાજપે હંમેશા આસામનું ગૌરવને વધારવાનું કામ કર્યું છે અટલજીની સરકાર હતી ત્યારે લોકપ્રિય ગોપીનાથજીનું સમ્માન કર્યું મોદીજીની સરકાર આવી અમે ભુપેન હજારિકાનું સમ્માન કર્યું તેમણે કહ્યું કે કોંગ્રેસના ધોષણા પત્ર ચુંટણી પ્રચાર માટે હોય છે જયારે ભાજપનું ધોષણાપત્ર અમલ કરવા માટે હોય છે અમને નક્કી કર્યું છે કે આઠમા ધોરણ બાદ તમામ પુત્રીઓને સાયકલ આપવામાં આવશે જયારે કોલેજ જનારી તમામ પુત્રીઓને સ્કુટી આપવામાં આવશે
અમિત શાહે કહ્યું કે પીએમ કિસાન સમ્માન નિધિ હેઠળ નરેન્દ્ર મોદીજી જે ૬૦૦૦ રૂપિયા મોકલે છે તેમાં આસામ સરકાર ૨૦૦૦ રૂપિયાને જાેડી કુલ ૮૦૦૦ રૂપિયા વાર્ષિક કિસાનોને આપશે ચ્હાના બગીચા શ્રમિકોની મજદુરીને ૩૫૦ રૂપિયા સુધી વધારવામાં આવશે ભાજપના સંકલ્પ પત્રમાં અનેક સારી વાતો છે પરંતુ સૌથી મોટી વાત લવ જેહાદ અને લૈંડ વિવાદની વિરૂધ્ધ કાનુન લાવવાનું કામ ભાજપ સરકાર કરશે
ગૃહમંત્રીએ કહ્યું કે ભાજપે આસામને આંદોલન મુકત અને આતંકવાદ મુકત કર્યું છે આસામને રોજગાર મુકત પુર મુકત બનાવવામાં આવશે આસામને એક વિકસિત રાજય બનાવવાનું કામ ભાજપ સરકાર કરશે તેમણે કહ્યું કે અહીં ધુષણખોરોને રોકવાનું કામ બદરૂદ્દીન અજમલ સરકાર કરી શકશે નહીં આસામમાં ધુષણખોરોને રોકવાનું કામ ફકત અને ફકત ભાજપની સરકાર કરી શકે છે. હું આજે આસામમાં કહીને જવંંું છું કે કોંગ્રેસ પાર્ટી ગમે તેટલું જાેર લગાવે બદરૂદ્દીન અજમલને આસામની ઓળખ બનવા દઇશું નહીં તેમણે કહ્યું કે ભાજપને મત એટલે રાજયનો વિકાસ અને કોંગ્રેસને મત એટલે વિનાસને