લવ જેહાદ પર ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં પાંચ વર્ષની સજા
નવીદિલ્હી, લવ જેહાદ પર કાનુન બનાવવાની માંગ તેજ થઇ રહી છે. હજુ કેન્દ્ર સરકારે તો આ મામલે કાંઇ કહ્યું નથી પરંતુ ભાજપ શાસિત રાજયોમાં તેની શરૂઆત થઇ ચુકી છે.મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ કર્ણાટક હોય કે ગુજરાત બધા તેના પર કાનુન બનાવવા માટે મુસદ્દો તૈયાર કરવામાં લાગ્યા છે જયારે કોંગ્રેસ શાસિત અન્ય રાજયો દ્વારા આ હેઠળ કાનુન લાવવાનો વિરોધ કરી રહ્યાં છે.
યુપીના ગૃહ વિભાગે લવ જેહાદની વિરૂધ્ધ પ્રસ્તાવિત કાનુનનો મુસદ્દો તૈયાર કરી લેવામાં આવ્યો છે આ મુસદ્દો પરીક્ષણ માટે કાનુન વિભાગને મોકલવામાં આવ્યો છે તેને સંભવત આગામી કેબિનેટ બેઠકમાં રજુ કરી શકાય છે વિભાગે કાનુનનો જે મુસદ્દો તૈયાર કર્યો છે તેમાં લવ જેહાદ શબ્દનો ઉલ્લેખ નથી તેને બિન કાનુની ધર્માતરણ નિરોધક બિલ કહેવામાં આવી રહ્યું છે.
રાજનીતિક ચર્ચાઓમાં લવ જેહાદ કહેનાર મામલાને જ બિન કાનુની ધર્માતરણ માનવામાં આવશે અને આવા મામલામાં દોષી જણાતા પાંચથી દસ વર્ષની જાેગવાઇ કરવામાં આવે તેવી સંભાવના છે મધ્યપ્રદેશ સરકારે પોતાના પ્રસ્તાવિત બિલમાં પાંચ વર્ષની સજાની જાેગવાઇ કરી છે દેશમાં અન્ય રાજય પણ આ રીતનો કાનુન બનાવવાની તૈયારીાં છે સામાન્ય રીતે બોલચાલમાં લવ જેહાદ કહેનારા મામલામાં લલચાવી, ફોસલાવી ખોટુ બોલી કે જબરજસ્તી ધર્માતરણ કરતા અંતર ધાર્મિક વિવાહ કરવાની ઘટનાઓને સામેલ કરવામાં આવે છે.પ્રસ્તાવિત કાનુન તમામ ધર્મોના લોકો પર સમાન રીતે લાગુ થશે.
ગત દિવસોમાં હાઇકોર્ટે એક નિર્ણયમાં માત્ર લગ્ન માટે ધર્મ પરિવર્તનને ગેરકાયદે ઠેરવ્યું હતું પ્રિયાંશી ઉર્ફે સમરીન અને અન્યની અરજીઓ પર સુનાવણી કરતા હાઇકોર્ટે કહ્યું હતું કે લગ્ન માટે ધર્મ પરિવર્તન સ્વીકાર્ય નથી વિવાહ માટે ધર્મ પરિવર્તન આવશ્યક નથી આ નિર્ણય બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેરાત કરી હતી કે સરકાર એક પ્રભાવી કાનુન બનાવશે આ કાનુન દ્વારા સરકાર નામ ઓળખ અને પોતાના ધર્મ છુપાવી બેન પુત્રીઓનીસાથે ખિલવાડ કરનારા લોકો સામે કડકાઇથી પેશ આવશે.
બિહારમાં પણ લવ જેહાદની વિરૂધ્ધ કાનુન લાવવાની કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે માંગ કરી છે તેમણે દાવો કર્યો હતો કે આ વિષય દેશના રાજયોમાં પરેશાનીનો સબબ બની ગયો છે ભાજપ નેતાઓ નીતીશકુમાર સરકારને વિનંતી કરી હતી કે તે આ સમજે કે લવ જેહાદ અને વસ્તી નિયંત્રણ જેવા મુદ્દાને સાંપ્રદાયિકતાથી કોઇ સંબંધ નથી પરંતુ આ તો સામાજિક સમરસતાનો વિષય છે સિંહે કહ્યું કે લવ જેહાદને દેશના તમામ રાજયોમાં ફકત હિન્દુઓમાં જ નહીં પરંતુ બિન મુસ્લિમોમાં સમસ્યા તરીકે જાેવી જાેઇએ તેમણે કહ્યું કે કેરલમાં જયાં ખ્રિસ્તીની મોટી વસ્તી છે ત્યાં સમુદાયના સભ્યોએ આ ઘટનાક્રમ પર ચિંતા વ્યકત કરી છે.HS